For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગના મોતના ગમમાં ચાર દિવસ બાદ જ નાગિને પણ દમ તોડ્યો

નાગના મોતના ગમમાં ચાર દિવસ બાદ જ નાગિને પણ દમ તોડ્યો

|
Google Oneindia Gujarati News

ફિરોઝાબાદઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં અંધવિશ્વાસનો એક એવો મામલો સામે આવ્યો છે, જે સાંભળી તમે પણ દંગ રહી જશો. જણાવી દઈએ કે અહીં ગ્રામીણ ઈચ્છાધારી નાગ-નાગિનની પૂજા કરવામાં લાગ્યા છે. જેની પાછળ ગ્રામીણોએ જે કહાની જણાવી છે તે ઘણી હેરાન કરનારી છે. ત્યારે આ મામલો હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પૂજા-અર્ચના કરવા લાગ્યા ગ્રામીણો

પૂજા-અર્ચના કરવા લાગ્યા ગ્રામીણો

મામલો ફિરોજાબાદના પચોખરા પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. ગ્રામીણોનો દાવો છે કે અહીં નાગના મોતના વિયોગમાં એજ સ્થળે પાછલા ચાર દિવસથી બેઠેલી નાગિને પણ મંગળવારે દમ તોડી દીધો. ગ્રામીણોએ જ્યાં નાગને સળગાવીને દફનાવ્યો હતો, ત્યાં જ મૃત નાગિનને રાખી દીધી અને પૂજા-અર્ચના કરવા લાગ્યા ગ્રામીણોએ કહ્યું કે આ સ્થળે નાગ-નાગિનનું મંદિર બનાવવામાં આવશે.

નાગિને દૂધ ના પીધુ

નાગિને દૂધ ના પીધુ

ગ્રામીણો મુજબ પચોખરા ક્ષેત્રના એક ગામમા પહેલી ફેબ્રુઆરીએ ઘાંસ કાપતી મશીનમાં કપાઈને નાગનું મોત થઈ ગયું હતું. ખેડૂતો મૃત નાગને સળગાવીને દફનાવી દીધો, ત્યાં બાજુના જ દરમાંથી એક નાગિન નિકળી આવી અને બહાર આવીને બેસી ગઈ. જ્યારે ગ્રામીણોની નજર નાગિન પર પડી તો દૂધ પીવા માટે રાખવામાં આવ્યું પરંતુ નાગિને દૂધ ના પીધું

એક જ જગ્યાએ બેસી રહી

એક જ જગ્યાએ બેસી રહી

ગ્રામીણોએ જણાવ્યું કે ચાર દિવસ સુધી નાગિન એક જ જગ્યાએ બેસી રહી. મંગળવારે તેણે પણ દમ તોડી દીધો. તેના મોત બાદ ગ્રામીણોએ નાગના શવને જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી કાઢી નાગિનના શવ સાથે રાખી દીધો અને પૂજા-અર્ચના કરવી શરૂ કરી દીધી. નાગિનના મરવાના અહેવાલ મળવા પર આજુબાજુના ગ્રામીણો ત્યાં પહોંચી રહ્યા છે. મૃત નાગ અને નાગિનની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ચઢાવો પણ ચઢાવી રહ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે જલદી જ તે જગ્યાએ ભગવાન શિવની સાથોસાથ નાગ-નાગિન મંદીર પણ બનાવવામાં આવશે.

પિતાને આતંકવાદી કહેનારા પર વરસી સીએમ અરવિંદ કેજરીવાલની દીકરીપિતાને આતંકવાદી કહેનારા પર વરસી સીએમ અરવિંદ કેજરીવાલની દીકરી

English summary
snake died in Firozabad after four days of death of snake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X