Video: મહિલાની ગુલાબી નાઇટી ગળી ગયો સાપ, જુઓ આગળ

સાપ હંમેશા ઉંદર અથવા બિલાડીને પોતાનો શિકાર બનાવે છે. પરંતુ હાલમાં સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાપ મહિલાની નાઇટી ગળવાની કોશિશ કરી રહ્યો છે.

સાપ હંમેશા ઉંદર અથવા બિલાડીને પોતાનો શિકાર બનાવે છે. પરંતુ હાલમાં સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાપ મહિલાની નાઇટી ગળવાની કોશિશ કરી રહ્યો છે. ઘણા ફુટ લાંબો સાપ મહિલાની ગુલાબી નાઇટી ગળવાની કોશિશ કરી રહ્યો છે જાણે તે કોઈ સ્વાદિષ્ટ ખોરાક હોય. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો થાઇલેન્ડનો જણાવવામાં આવી રહ્યો છે.

પતિએ જોયું કે સાપ પત્નીની નાઇટી ગળી રહ્યો હતો

પતિએ જોયું કે સાપ પત્નીની નાઇટી ગળી રહ્યો હતો

થાઈલેન્ડના ઉબન રાચઠાનીમાં સંકડા લાસાડા નામનો એક વ્યક્તિ ત્યારે હેરાન થઇ ગયો જયારે તેને એક સાપને પત્નીની નાઇટી ગળતો જોયો. સાપ ગુલાબી રંગની નાઇટીને અડધા કરતા પણ વધારે ગળી ચુક્યો હતો. લાસાડાએ તરત પોતાનો ફોન કાઢ્યો અને આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો.

આ રીતે નાઇટી બહાર કાઢી

આ રીતે નાઇટી બહાર કાઢી

લાસાડાએ ત્યારપછી સાપને પકડીને ખેંચવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે નાઇટી સાપના મોઢામાંથી બહાર આવવા લાગી. લાસાડાએ સાપને નાઇટીથી દૂર કર્યો પછી તેને બેગમાં બંધ કરીને બહાર લઇ ગયો. બહાર જઈને લાસાડાએ સાપને છોડી દીધો. લાસાડાએ કહ્યું કે તેને લાગી રહ્યું છે કે સાપ થોડો બીમાર હતો. જો સાપ નાઇટી ગળી જતે તો તેના માટે મુશ્કેલી પેદા થઇ શકે તેવી હતી.

બાળક બેગમાં સાપને સ્કૂલ લઇ ગયો

બાળક બેગમાં સાપને સ્કૂલ લઇ ગયો

આ પહેલા કર્ણાટકના કામરાજનગરમાં એક સ્કૂલના વિધાર્થીની બેગમાં સાપ મળી આવ્યો. બાળક સાપને બેગમાં લઈને જ સ્કૂલમાં પહોંચી ગયો હતો. સ્કૂલમાં જયારે તેને ચોપડીઓ લેવા માટે બેગ ખોલ્યું ત્યારે ચોપડીઓ વચ્ચે એક કોબ્રા સાપ આરામ કરી રહ્યો હતો. બાળક તેને જોઈને ચોકી ગયો અને ગભરાઈને બેગ ફેંકી દીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X