રૂંવાટા ઊભા કરી દેશે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાના આ વિચિત્ર સત્યો
આ દુનિયા અજીબો ગરીબ જગ્યાથી ભરેલી છે. જો તમને લાગતું હોય કે ભારતમાં તમે બધુ જ જોઇ લીધુ છે તો અમે તમને જણાવી દઇએ કે અમે તમને કેટલીક તેવી જગ્યાઓ વિષે જણાવાના છીએ જે છે દુનિયાથી અલગ. અને આવી અલગ દુનિયાને નરી આંખે જોવી જ રહી.
તમે કદાચ રાજસ્થાનના તે મંદિર વિષે તો સાંભળ્યું હશે કે જ્યાં 20,000 પણ વધુ ઉંદરો ફરતા રહે છે અને તેમનો ખાધેલા પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. પણ શું તમને ભારતની કંકાલ તળાવ વિષે ખબર છે જ્યાં ખાલી ખોપડી અને હાડકા જ છે.
ભારતમાં તેવા અનેક અનોખા મંદિર, મસ્જિદ અને જગ્યાઓ આવી છે જે કેટલાક તેવા ચમત્કારો થાય છે જે દુનિયામાં બીજી ક્યાંક જોવા નથી મળતા. અહીંના રિવાજો તમને ચોંકાવી દેશે.
તો આજે અમે તમને કેટલીક આવી જ અજીબો ગરીબ તથા રોચક જગ્યાઓ વિષે જણાવાના છીએ છે આપણા ઇન્ક્રેડિબલ ઇન્ડિયામાં આવેલી છે. તો જાણો રસપ્રદ અને રોચક જગ્યાઓ વિષે. આમાંથી કેટલીક જગ્યાઓ વિષે જાણીને તો તમારા રૂવાંટા ઊભા થઇ જશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

ઉડતો પથ્થર- શિવપુર, મહારાષ્ટ્ર
પુણથી થોડિક દૂર આવેલા શિવપુરમાં બાબા હજરત કમર અલીની દરગાહ આવેલી છે. 800 વર્ષ પહેલા આ દરગાહમાં એક અખાડો હતો. જ્યાં કેટલાક પહેલવાનોએ સૂફી સંત કમર અલીની મજાક ઉડાવી હતી. જેનાથી ગુસ્સે થઇને પહેલવાનો દ્વારા ઉઠાવવામાં આવતા 70 કિલોના પથ્થર પર બાબા એક મંત્ર ફૂક્યો. જેનાથી આ ભારે ભરખમ પથ્થર ખાલી 11 આંગળીઓથી અડીને સંત કમર અલીનું જોરથી નામ લઇને હવામાં ઉછાળી શકાય છે.

મયોંગ અસમ
મયોંગ સંસ્કૃત શબ્દ માયાથી આવ્યો છે. આ ગામને કાળા જાદુની ભૂમિ પણ કહેવાય છે અને અહીં કેટલીક ભયાનક સ્ટોરી પણ પ્રચલિત છે. જેમ કે લોકોનું હવામાં ગાયબ થવું અને પછી જાનવરોમાં બદલાઇ જવું વગેરે. અહીં જાદુ ટોનાને પારંપરિક રૂપે પેઢી દર પેઢી કરવામાં આવે છે.

કંકાલોનું તળાવ- રૂપકુંડ તળાવ, ચમોલી, ઉત્તરાખંડ
આ રહસ્યમઇ તળાવને કંકાલ તળાવ નામે પણ ઓળખાય છે. આ તળાવનું સૌથી મોટું આકર્ષણ છે અહીં પથરાયેલા 600થી વધુ કંકાલો. જે અહીં નવમી સદીથી છે. જ્યારે બરફ પીગળે છે ત્યારે આ કંકાલ સ્પષ્ટ દેખાય છે.

કોદિન્હી (કેરળ) અને ઉમરી (અલ્હાબાદ)
કેરળના નાનકડા ગામ કોદિન્હી અને અલ્હાબાદ પાસે આવેલા ઉમરી નામના ગામ ભારતમાં ટ્વીન્સ ટાઉનના નામે ઓળખાય છે. કોદિન્હીના 2000ની આબાદીવાળા ગામમાં 350 જોડિયા બાળકો છે. તો ઉમરીમાં 900 લોકોની જનસંખ્યામાં 60થી વધુ જોડિયા બાળકો છે.

મૈગનેટિક હિલ, લડ્ડાક
લડ્ડાકમાં એક પર્વત તેની ચુંબકિય શક્તિઓ માટે જાણીતો છે. અહીં ગાડીઓ લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એન્જિન ચાલુ કર્યા વગર ખેંચાય છે. વાસ્તવિક રૂપે આ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. જે ગુરુત્વાકર્ષણ વાળા પર્વતના લીધે જોવા મળે છે.

20,000 થી વધુ ઉંદરનું મંદિર- કરણી માતા, રાજસ્થાન
રાજસ્થાનના બીમાનેરથી 30 કિલોમીટરની દૂરી પર આવેલા આ મંદિરમાં 20,000 વધુ ઉંદર રહે છે. એટલું જ નહીં આ ઉંદર દ્વારા ચાખવામાં આવેલા પ્રસાદને ભક્તો જનોને આપવામાં આવે છે. આ ઉંદરમાં સફેદ ઉંદરને સૌથી વધુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે તે માતાના પુત્ર છે.

સાંપની ધરતી- શતપાલ, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના શોલાપુર જિલ્લામાં શતપાલ નામના ગામમાં સાંપની પૂજા થાય છે. અહીંના તમામ ઘરમાં કોબરાના આરામ માટે છત પર ઘર પણ બનાવવામાં આવે છે. ચોંકવનારી વાત તો એ છે કે આજ દિવસ સુધી અહીં કોઇ સાપે લોકોને નથી ડસ્યો.

બુલેટ બાબા- રાજસ્થાન
રોયલ એન્ફિલ્ડની આ બાઇક ઓમ સિંહ રાઠોડ નામના વ્યક્તિની છે જેની મૃત્યુ દારૂ પીને ગાડી ચલાવવાના કારણે થઇ હતી. પોલિસે આ બાઇક પોલિસ સ્ટેશનમાં રાખી હતી પણ કહેવાય છે કે વારંવાર લઇ જવા છતાં આ બાઇક તે જગ્યાએ પાછી આવી જતી હતી જ્યાં ઓમ સિંહની મૃત્યુ થઇ હતી. અહીંના સ્થાનિકોનું માનવું છે કે બુલેટ બાબા તેમની સડક યાત્રા દરમિયાન સુરક્ષા કરે છે અને અહીં તેમને દારૂનો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
