Super Moon : કાલે રાત્રે દેખાશે ગાડાના પૈડા જેવો ચંદ્ર, જાણો શું છે સુપર મૂન?
Super Moon : ઓગસ્ટમાં આ મહિનની તારીખ યાદ રાખી લો. જો તમારે એક ખગોળીય ઘટનાના સાક્ષી બનવું હોય, તો 1 અને 30 ઓગસ્ટની રાત્રે ધાબે ચડી જજો. કારણ કે, 1 અને 30 ઓગસ્ટની રાત્રે એક અનોખી ખગોળીય ઘટના જોવા મળશે. આ મહિનામાં બે સુપર મુન દેખાવાના છે, જે એક દુર્લભ ખગોળીય ઘટના છે.
સુપર મૂન શું છે? - સુપર મૂન એ ચંદ્રને લગતી ખૂબ જ દુર્લભ ઘટના છે, જેને તમે વર્ષમાં માત્ર બે-ત્રણ વાર જ જોઈ શકો છો. જે દિવસે સુપર મૂન થાય છે, તે દિવસે ચંદ્રનું કદ સામાન્ય કરતાં ઘણું વધારે મોટું દેખાય છે.

સુપર મૂન એ બે અલગ અલગ અવકાશી અસરોનું સંયોજન છે. જ્યારે ચંદ્ર સૂર્યના સંપૂર્ણ પ્રકાશ સાથે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થાય છે, ત્યારે તે આપણને વિશાળ અને ભવ્ય સ્વરૂપમાં દેખાય છે. આ ઘટનાને આપણે પૂર્ણ ચંદ્ર (પૂનમ કે પૂર્ણિમા) એટલે કે સુપર મૂન કહીએ છીએ. આ સ્થિતિ ત્યારે આવે છે, જ્યારે પ્રકાશથી ચમકતો પૂર્ણ ચંદ્ર પૃથ્વીની 224,865 માઇલની ત્રિજ્યામાં આવે છે.
સુપર મૂન અને બ્લુ મૂન - ઓગસ્ટ મહિનામાં બે સુપર મૂન જોવાની તક મળશે. પહેલો 1 ઓગસ્ટના રોજ અને બીજો 30 ઓગસ્ટની રાત્રે દેખાશે. પહેલી તારીખે દેખાતો ચંદ્ર સામાન્ય દિવસો કરતાં કદમાં ઘણો મોટો દેખાશે. તેનું કારણ છે કે, આ દિવસે ચંદ્ર પૃથ્વીથી માત્ર 357,530 કિલોમીટર દૂર હશે, તેથી તેને સુપર મૂન કહેવામાં આવી રહ્યો છે. આવા સમયે 30 ઓગસ્ટના રોજ, ચંદ્ર પૃથ્વીની નજીક આવશે અને તેમની વચ્ચેનું અંતર ફક્ત 357,344 કિમી હશે. આ જ મહિનામાં આ બીજો પૂર્ણ ચંદ્ર હશે, તેથી તેને બ્લુ મૂન કહેવામાં આવી રહ્યું છે.
આ વર્ષે જોવા મળશે 4 સુપર મૂન - ઉલ્લેખનીય છે કે, આ પહેલા જૂન મહિનામાં પણ એક સુપર મૂન જોવા મળ્યો હતો, જેને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું હતું. કારણ કે તે સ્ટ્રોબેરીની ખેતી દરમિયાન પડેલું હતું. ઓગસ્ટ મહિનામાં બીજો અને ત્રીજો સુપર મૂન પડી રહ્યો છે, જેને સ્ટર્જન મૂન અને બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. જે બાદ તમને સપ્ટેમ્બરમાં વર્ષનો છેલ્લો સુપર મૂન જોવાનો મોકો મળશે. તેથી જો તમે જૂન ચૂકી ગયા છો, તો તમારી પાસે હજૂ ત્રણ વધુ સુપર મૂન જોઇ શકવાના ચાન્સ છે. તો આ આહેવાલ સેવ કરી લો.
સ્ટર્જન મૂનનો અર્થ શું છે? - ઓલ્ડ ફોરમર્સ અલ્મેનેક અનુસાર, ઓગસ્ટ સુપરમૂન પરંપરાગત રીતે સ્ટર્જન મૂન તરીકે ઓળખાય છે. સ્ટર્જન માછલીનો એક પ્રકાર છે, અને સુપર મૂન માટેનું નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે સેંકડો વર્ષો પહેલા ઓગસ્ટના ઉનાળાના મહિનાઓમાં ગ્રેટ લેક્સ અને લેકચેમ્પલેન સ્ટર્જનથી ભરપૂર હતા.
જીવંત અવશેષો નામ આપવામાં આવેલી આ વિશાળ માછલીઓ સદીઓથી બહુ બદલાઈ નથી. દુર્ભાગ્યે મોટાપ્રમાણમાં માછીમારી અને વસવાટની ખોટને કારણે તેમની સંખ્યા વર્ષોથી સતત ઘટી રહી છે.












Click it and Unblock the Notifications
