Teacher's Day 2023 : અલગ છે આ ટીચર્સની સ્ટાઇલ, જુઓ ભણાવવાની વિવિધ રીત
Teacher's Day 2023 : દરેક ટીચરના બાળકોને ભણાવવા માટે પોતાની આગવી રીત હોય છે. ક્લાસરૂમમાં એક ટીચરના ખંભા પર બાળકોના ભવિષ્યની જવાબદારી હોય છે. શિક્ષક બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપે છે, જે કારણે બાળકોને શિખવામાં રૂચિ બની રહી છે. આવામાં ટીચર છે, જે આ કામ સારી રીતે કરી શકે છે.
આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે, આવામાં આજે આપણે કેટલાક એવા શિક્ષકો વિશે જણીશું કે, જેઓ તેમની શીખવાની અલગ શૈલીના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સંગીત સાથે ગણિત - ગયા વર્ષે એક શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો, જેણે બાળકોને 10 થી 99 સુધીના નંબરો મિનિટોમાં યાદ કરાવ્યા હતા. વાયરલ વીડિયોમાં શિક્ષક બાળકોને ગીત ગાઈને શીખવી રહ્યા હતા. આ વીડિયો ઝારખંડના ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે પણ ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, સંગીતમય પહાડે.. ગણિત અને સંગીતનો સંયુક્ત સમન્વય.
दिल से सलाम है शिक्षक महोदय के इस जज्बे को..!!
— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) September 5, 2023
💕#Respectfully 🙏#teachersday2023 #शिक्षक pic.twitter.com/Za0S18dkfv
ડાન્સ શિક્ષક - હાલમાં જ એક ટીચરનો ડાન્સ કરીને ભણાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શિક્ષક સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને ડાન્સ સ્ટેપ શીખવી રહ્યો છે. 24 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવેલા આ 58 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક શિક્ષક સંપૂર્ણ ઉર્જા સાથે તાલ સે તાલ મિલી ગીત પર વિદ્યાર્થિનીઓને ડાન્સ સ્ટેપ્સ શીખવી રહ્યા છે. આ શિક્ષકની સ્ટાઈલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.
Such a beautiful video - A Teacher showing dance steps to these girls in a Govt primary school in Uttar Pradesh. I wish we had more teachers like him & many more such schools across India pic.twitter.com/SLBnfu0NCb
— Mihir Jha (@MihirkJha) August 24, 2023
છોકરીઓને ગુડ ટચ-બેડ ટચ શીખવતા શિક્ષક - બિહારના સુદૂર બાંકા જિલ્લાની પ્રમોટેડ મિડલ સ્કૂલ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ એક શાળાના શિક્ષક છે. વાયરલ વીડિયોમાં શિક્ષક છોકરીઓને ગુડ ટચ-બેડ ટચ શીખવી રહ્યો છે. આ વીડિયોને દોઢ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
A female teacher explaining to children about good touch, bad touch, this country needs such teachers very much, salute to this female teacher. pic.twitter.com/9mVELV2dgn
— The Dalit Voice (@ambedkariteIND) August 10, 2023
પીટી શિક્ષણ - ડાન્સ દ્વારા શીખવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે મધ્યપ્રદેશના સીધીનો છે. વીડિયો રામપુર પંચાયતની બડેસર માધ્યમિક શાળાનો છે. આ શિક્ષકનું નામ રાજેશ કુમાર પાંડે છે. તે બાળકોને નૃત્ય અને રમતો રમીને શીખવે છે, જેથી બાળકો ઝડપથી શીખે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ વીડિયો જોયો હતો.












Click it and Unblock the Notifications
