ધરતી પર 8 થી 10 ફુટ લાંબા એલિયન આવ્યા હોવાનો પરિવારનો દાવો, જાણો ક્યાંની છે ઘટના?
દુનિયામાં ઘણા લોકો સમયે સમયે એલિયન જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. આ ક્રમમાં હવે મેક્સિકોના એક પરિવારે વિચિત્ર દાવો કર્યો છે. આ પરિવાર અનુસાર, તેમને 10 ફૂટ લાંબા એલિયન જોયા છે.
ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, આ પરિવારે આ વર્ષે મે મહિનામાં પોલીસને ફોન કરીને એલિયન જોયા હોવાનું જણાવ્યુ હતું. આ પરિવાર અનુસાર, એલિયન પરિવારને મોટી આંખોથી જોઈ રહ્યા હતા. તે માણસ નહોતો. એક ઈન્ટરવ્યૂમાં પરિવારે કેટલાક સ્કેચ પણ દેખાડ્યા હતા.

આ પરિવારના સૌથી નાના પુત્રએ જણાવ્યુ કે, હું માનું છું કે મેં કંઈક એવું જોયું છે જે પૃથ્વી પર નથી. બે વિશાળ એલિયન્સ બેકયાર્ડમાં UFO માંથી ઉતર્યા. તે સંપૂર્ણ અજાણ્યા દેખાતા હતા. જલદી અમે તેમને જોવા માટે બહાર આવ્યા તો અમે જોયું કે તે વાડ પર ચઢી રહ્યા હતા. તેમની ઊંચાઈ સામાન્ય માણસો કરતાં વધુ હતી. તેના કાન અને દાંત ચમકતા એન્ટેના જેવા દેખાતા હતા. લાગતું હતું કે જાણે તેમની પાસે નાક નથી.
તેને આગળ જણાવ્યુ કે, અમે પ્રકાશના ઝબકારા સાથે આકાશમાંથી કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. એવું લાગતું હતું કે જાણે કોઈ બોમ્બ કે ભારે પદાર્થ જમીન પર અથડાયો હોય. અમે જોવા ગયા તો પાછળ બધું ઝાંખું દેખાતું હતું. ત્યારે કેટલાક લોકોના ચાલવાનો અવાજ સંભળાયો. એક એલિયન બહાર આવ્યો. તેની પાસે એક બોલ હતો જેમાંથી પ્રકાશ આવતો હતો. એક એલિયન પગ વાળીને ઊભો હતો.
એલિયન્સ કેવા દેખાતા હતા તેના જવાબમાં તેને કહ્યું કે, તેના પગ વિચિત્ર લાગતા હતા. ચહેરો અને આંખો એકદમ મોટી હતી. હું તેના ભારે, ઊંડા શ્વાસને સાંભળી શકતો હતો અને તેનું પેટ હલતું જોઈ શકતો હતો. જણાવી દઈએ કે, આ સમાચાર ફેલાતા આ પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ લોકો સામે આવ્યા અને પોતાની કહાની સંભળાવી.












Click it and Unblock the Notifications
