હસીનાએ બરબાદ કરવા 63 વર્ષના વૃદ્ધને ફસાવ્યો અને ખુદ જ શિકાર બની ગઈ, ફિલ્મી છે લવ સ્ટોરી
કહેવાય છે કે પ્રેમ કોને કોની સાથે અને ક્યારે થઈ જાય તેનું કંઈ કહેવાય નહીં. આ વાતનો પુરાવો હાલમાં જ સામે આવ્યો છે. એક ખૂબસૂરત હસીનાએ તેની લવ સ્ટોરી લોકોને જણાવી છે.
ઘણી વખત તમે કોઈનાથી નફરત કરતા કરતા તેને પ્રેમ કરવા લાગો છો. આ મહિલા સાથે પણ આવુ જ થયુ. તેને એક વ્યક્તિને બરબાદ કરવા ફસાવ્યો અને હવે તેને તેની સાથે જ પ્રેમ થઈ ગયો છે.

અહેવાલો અનુસાર, કેરી લેગ નામની 30 વર્ષની યુવતીઓ જણાવ્યું કે, તેણે ડેટિંગ એપ ટિન્ડર દ્વારા તેની ઉંમરથી બમણી ઉંમરના એક વ્યક્તિને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
તેણી કહે છે કે 63 વર્ષના પુરુષને ડેટ કરવાનું તેણીનું કારણ એ હતું કે તેણી તેને શક્ય તેટલા પૈસા ખર્ચાવી શકે અને એક બિઝનેસ ટ્રાન્જેક્શન જેવો સંબંધ રહે.
કેરી લેગ કહે છે કે, પહેલા તે રેન્ડી નામના આ તેના કરતાં બમણી ઉંમરના માણસને જોઈને પ્રભાવિત થઈ હતી પરંતુ તેણે વિચાર્યું કે તે તેની પાસે વેકેશન અને ગિફ્ટના પૈસાનો ખર્ચ કરાવશે. તે પણ આ કરી રહી હતી પરંતુ આ દરમિયાન તેની સાથે કંઈક એવું થયું કે કેરીને લાગવા લાગ્યું કે તેનો પ્લાન બેકફાયર થઈ ગયો છે.
લવ ડોન્ટ જજ પોડકાસ્ટ તેણીએ તેની કહાની કહી છે કે કેવી રીતે એવી પરિસ્થિતિમાં આવી જેમાં તેણી ન હોવી જોઈએ.
રેન્ડી સાથે થોડો સમય વિતાવ્યા પછી તેણી તેની નમ્રતાથી પ્રભાવિત થઈ. આ સ્થિતિમાં તેણે આ સંબંધનો અંત લાવ્યો અને પોતાના માટે નોકરી શોધી કાઢી. જો કે, રેન્ડીને તેણીની ચિંતા હતી અને તે તેના સંપર્કમાં હતો.
એક દિવસ તે જાણ્યા પછી કે તે ઓફિસેથી ચાલીને પાછી આવી રહી છે તો તેણે કેરી માટે BMW મોકલી. તેણે તેણીને આર્થિક રીતે ઘણી મદદ કરી અને તેણીને વધુ સારી રીતે જીવન જીવવાનું શીખવ્યું. લોકો માને છે કે આ સંબંધ હજુ પણ પૈસા માટે છે, પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
