Video : યુવતીએ જૂના પ્રેમીઓ સાથે એવો બદલો લીધો કે જોતા રહી ગયા, જાણો શું છે પુરી ઘટના?
ઘણી વખત પ્રેમ સંબંધોનો ખોટી રીતે અંત આવે છે અને પ્રેમીઓ પોતાના રસ્તા બદલી દે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જે આ વાતને ભુલતા નથી અને બદલો લે છે. આ યુવતીએ પણ કઈંક આવુ જ કર્યુ.
પ્રેમમાં ઠોકર ખાઘેલા લોકો ગુસ્સામાં કઈં વિચારતા કે સમજતા પણ નથી. જો કે, એક છોકરીએ તેનાથી વિપરીત કર્યું અને તેના જૂના પ્રેમીઓ પાસેથી બદલો લેવા માટે મગજનો અલગ ઉપયોગ કર્યો.

આ યુવતીએ તેના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને એક ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો અને તેને સારી રીતે અમલમાં મૂક્યો. તેનો બદલો જોયા બાદ લોકો હવે આ યુવતીના વખાણ કરી રહ્યા છે.
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ યુવતી અમેરિકન છે અને તેનું નામ મેડેલીન સાલાઝાર છે. 29 વર્ષની મેડેલીન ઘણી રિલેશનશિપમાં રહી છે. જ્યારે તેના બોયફ્રેન્ડ સાથેનો સંબંધો તૂટ્યા ત્યારે તે આગળ વધ્યા પરંતુ મેડેલીન ત્યાં જ રહી ગઈ.
આ સ્થિતિ બાદ તેને તેના પ્રેમીને જલાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી અને તેના ફોટોમાં એક યુવકની એન્ટ્રી કરાવી. આ ફોટોમાં બન્ને એકદમ વાસ્તવિક દેખાતા હતા. આવી જ એક તસવીરમાં તે સબવેમાં બેઠેલી જોવા મળી રહી છે અને એક છોકરો તેના ખભા પર માથું રાખીને સૂઈ રહ્યો છે. હકિકતમાં તે એકલી હતી અને તે એક AI ફોટો હતો.
મેડેલીન અનુસાર, આવા વીડિયો અને ફોટા બનાવવામાં લગભગ અઢી કલાકનો સમય લાગે છે, પરંતુ જ્યારે તેનો એક્સ બોયફ્રેન્ડ તેને અપલોડ કર્યા પછી જુએ ત્યારે તેને ઈર્ષ્યા તો થવી જોઈએ.
મેડેલિનના ફોટા અને વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તેના AI બદલાની પ્રશંસા કરી છે. મેડેલીન કહે છે કે તેને એવા ઘણા લોકો તરફથી રિક્વેસ્ટ પણ મળે છે જેઓ આવા એડિટેડ ફોટા ઈચ્છે છે, જેથી તે પોતાના બોયફ્રેન્ડ કે પતિ પાસેથી બદલો લઈ શકે.












Click it and Unblock the Notifications
