16 વર્ષે જીતેલી કરોડોની લોટરી માત્ર બ્રેસ્ટની સાઈઝ વધારવામાં ઉડાવી દીધી, હવે એક એક રૂપિયાની મોહતાજ
દુનિયામાં ઘણી મહિલાઓ પોતાની ખૂબસૂરતી માટે લાખોનો ખર્ચ કરતી હોવાના અહેવાલ તમે સાંભળ્યા હશે. પરંતું તમને કોઈ એમ કહે કે એક મહિલાએ તેના બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે કરોડો રૂપિયા વાપરી નાંખ્યા અને કંગાળ થઈ ગઈ તો તમે માનો? જો કે આવી વિચિત્ર ઘટના ખરેખર સામે આવી છે.
અહેવાલો અનુસાર, બ્રિટનની આ મહિલાને માત્ર 16 વર્ષની ઉમરમાં 19 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. જો કે તે આ કરોડો રૂપિયા ન બચાવી શકી અને માત્ર પાર્ટી કરવા અને વિવિધ સર્જરી પાછળ બગાડી દીધા અને હવે પાઈ પાઈની મોહતાજ છે.

અહેવાલો અનુસાર, ક્યારેક બ્રિટનની સૌથી નાની ઉમરની લોટરી વિજેતી રહેલી કેલી રોજર્સ આઈસલેન્ડમાં ખરીદી કરતી જોવા મળી હતી. તેણીને શેરીઓમાં ચાલતી જોઈને કોઈ કહી ન શક્યુ તે એક સમયે કરોડપતિ હતી.
રિપોર્ટ અનુસાર, તે બ્રિટનની સૌથી નાની ઉંમરની કરોડપતિ હતી. 16 વર્ષની ઉંમરે યુવક-યુવતીઓ અભ્યાસમાં રસ દાખવે અને શાળા છોડીને કોલેજમાં એડમિશન લેવા તૈયાર હોય ત્યારે કેલીએ 1.87 મિલિયન પાઉન્ડ એટલે કે અધધ 19.8 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી.
2003માં તે એક સુપરમાર્કેટમાં કામ કરતી હતી અને તેને 1 કલાક માટે 380 રૂપિયા એટલે કે મહિનામાં 1 લાખ રૂપિયા મળતા હતા. તે સમયે તે તેના દત્તક માતાપિતાના ઘરે રહેતી હતી. જો કે એ જ વર્ષે કેલીએ લોટરી જીતી અને તે રાતોરાત કરોડપતિ બની ગઈ. પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે થોડા જ સમયમાં તે નાદાર થઈ ગઈ.
કેલી ગરીબ થઈ તેની પાછળનું સૌથી મોટુ કારણ તેની ઐય્યાસ લાઈફ છે. તેને તેના તમામ રૂપિયા મોજ-મસ્તીમાં ઉડાવી દીધા. અહેવાલો અનુસાર, તેને પોતાના બ્રેસ્ટની સાઈઝ વધારવાનું ભુત વળગ્યુ અને તેને લોટરીના રૂપિયામાંથી મોટી રકમ સર્જરી પાછળ ખર્ચી નાંખી. આ સર્જરી સિવાય તેને લુક સુધારવા માટે ઘણી સર્જરીઓ કરાવી. પછી તે દારૂ અને અન્ય ડ્રગ્સના રવાડે ચડી. તેને ઘણા રૂપિયા પોતાના પરિવારજનોને આપી દીધા અને હવે કંગાળ થઈ ગઈ છે. છેલ્લે એવા પણ અહેવાલ હતા કે તે લોકો પાસેથી રૂપિયા ઉધાર લઈ રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
