VIdeo : લો બોલો… મોબાઈલના ચક્કરમાં દુલ્હનને જ ભુલા ગયા વરરાજા, વીડિયો વાયરલ

આ દિવસોમાં લોકો બીજા લોકો સાથે વાત કરવાની જગ્યાએ મોબાઈલમાં જ રહે છે. લોકો સામાજીક ફંક્શનમાં પણ મોબાઈલને સાઈડ પર મુકતા નથી. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં તો વરરાજા દુલ્હનને જ ભુલી ગયા.

લગ્ન એ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વની ઘટના હોય છે. હવે આવો લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ એકબીજાનો હાથ પકડેલુ જોવા મળી રહ્યુ છે. આ દરમિયાન વરરાજા ત્યાં હાજર દુલ્હન કરતાં મોબાઇલમાં વધુ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

VIdeo

સૌથી પહેલા આ વીડિયો ટીકટોક પર Cynthia Umunze નામના એકાઉન્ટ પર શેર કરાયો હતો. હવે ત્યાંથી બીજા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 40 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં વરરાજાનું વર્તન યુઝર્સને સૌથી વધુ પરેશાન કરી રહ્યું છે.

વીડિયોમાં ચર્ચના કોરિડોરમાંથી બહાર નીકળતા વરરાજા પોતાના મોબાઈલ તરફ એવી રીતે જોઈ રહ્યો હતો કે તેની આસપાસ તેની દુલ્હન હોય જ નહીં. દુલ્હન ખુબ ખુશ દેખાઈ રહી છે પણ વરરાજા મોબાઈલમાં ખુબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે.

હવે ઈન્ટરનેટ યુઝર્સને વરરાજાનું આ વર્તન પસંદ નથી આવી રહ્યું અને તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે લગ્નના દિવસે વરરાજા ક્યાં વ્યસ્ત છે? અન્ય યુઝરે લખ્યું કે તે તેના ફોનમાં શું જોઈ રહ્યો છે કે તેને દુલ્હનમાં રસ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X