Video : યુવક ગર્લફ્રેન્ડને મળવા તેના ઘરે પહોંચ્યો અને યુવતીના પરિવારજનોની એન્ટ્રી થઈ, જાણો શું પછી શું થયુ?

તમે ઘણી વખત ફિલ્મોમાં જોયુ હશે કે પ્રેમિકા પોતાના પ્રેમીને ઘરે મળવા બોલાવે છે તે દરમિયાન પરિવારજનો આવી જતા હંગામો સર્જાય છે. હવે રિયલ લાઈફનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક લટકીને અંડરવેરમાં ભાગતો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પ્રેમી પ્રેમિકાને મળવા ગયો તે સમયનો છે.

viral video

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયો એક યુવક અન્ડરવેરમાં બાલ્કનીમાંથી કૂદતો જોઈ શકાય છે. તે કપડાથી બનેલા દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાગી રહ્યું છે કે પ્રેમી પોતાની પ્રેમિકા પાસે ગયો હશે. પછી તેના માતા-પિતા આવી જતા કપડાં પહેર્યા વગર જ ભાગવા લાગ્યો.

આ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે છે તે દરમિયાન યુવતી ઉપરથી તેના કપડા ફેંકતી જોવા મળે છે. એવું લાગે છે કે તેના પિતા છોકરાને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. નીચે ફ્લોર પર છોકરીની માતા જેવી દેખાતી સ્ત્રી ઝાડુ લઈને ઊભી છે. તે છોકરાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન તે સાવરણીથી મારવાનું શરૂ કરે છે. જો કે છોકરો મોકો મળતાં કોઈક રીતે ભાગી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ વીડિયોને ટિપ્પણી કરીને મજા લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મને સમજાતું નથી કે લોકો કેમ છેતરાય છે. જો તમને પ્રેમી ન જોઈએ તો સંબંધમાં ન પડો. જો તમે હવે તમારા પાર્ટનરને પ્રેમ કરતા નથી તો બ્રેકઅપ કરો અને તમારા પાર્ટનરને બીજા કોઈને શોધવાનો મોકો આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X