પ્રેમી સાથે પકડાતા પતિએ પત્નીના લગ્ન તેની સાથે કરાવી દીધા, જાણો ક્યાંની છે?
હમ તુમ ઓર વોની એક ઘટના બિહારમાં સામે આવી છે. અહીં એક મહિલા તેના પ્રેમી સાથે રંગે હાથ ઝડપાઈ જતા તેના પતિએ બન્નેના લગ્ન કરાવી દીધા. હવે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
બિહારના નવાડા જિલ્લામાં સામે આવેલા ઘટના પુરી ફિલ્મી છે. બિહારના નવાદા જિલ્લાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કપલના શિવ મંદિરમાં લગ્ન કરતા જોઈ શકાય છે. વીડિયોમાં એક પુરુષ મહિલાની માંગ પર સિંદૂર લગાવતો જોવા મળે છે.

વીડિયોમાં મહિલા રડતી જોઈ શકાય છે. બીજી મહિલાએ તેને પકડી રાખી છે અને પ્રેમીના શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. નજીકમાં ઉભેલા લોકો આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યા છે અને તમાશો જોઈ રહ્યા છે.
આ પુરી ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલા મોડી રાત્રે તેના પ્રેમીના ઘરે ગઈ હતી. આ સમયે મહિલાનો પતિ કામથી બહાર હતો અને મહિલા તેના પરિવારના સભ્યો દ્વારા રંગે હાથે ઝડપાઈ ગઈ.
પ્રેમી સાથે રંગે હાથ ઝડપાયા બાદ સ્થાનિકોએ યુવકને માર માર્યો અને બંનેને બંધક બનાવીને ગામ છોડી દેવા માટે ધમકી આપી દીધી. જો કે, જ્યારે મહિલાનો પતિ પાછો ફર્યો અને ઘટનાની જાણ થતા તે બન્નેને શિવ મંદિરમાં લઈ ગયો.
અહીં મંદિરમાં આવ્યા બાદ આખા ગામ સામે મહિલાના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે પ્રેમી પરિણીત છે અને ત્રણ બાળકો છે. બીજી તરફ હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જો કે આ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.












Click it and Unblock the Notifications
