રસોડામાં લટકતા પેઇન્ટિંગે બદલ્યું મહિલાનું ભાગ્ય, રાતોરાત બની કરોડપતિ
કિસ્મત ક્યારે રાજાને રંક બનાવે અને રંકને રાજા એ કહી શકાય નહીં. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવીશું જેમાં એક મહિલા રાતોરાત કરોડપતિ બની ગઇ હતી. આ મહિલાએ આખી જિંદગી ગરીબીમાં જ વિતાવી હતી.
અજબગજબ : કિસ્મત ક્યારે રાજાને રંક બનાવે અને રંકને રાજા એ કહી શકાય નહીં. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવીશું જેમાં એક મહિલા રાતોરાત કરોડપતિ બની ગઇ હતી. આ મહિલાએ આખી જિંદગી ગરીબીમાં જ વિતાવી હતી, પરંતુ હવે 90 વર્ષની ઉંમરે તેના ઘરમાં રાખેલી એક પેઇન્ટિંગે તેનું નસીબ ચમકાવી નાખ્યું છે, અને તે રાતોરાત કરોડપતિ બની ગઈ છે. જે કારણે તેનું સમગ્ર જીવન બદલાઇ ગયું છે.


મહિલા પાસે જમવા માટે પણ પૈસા ન હતા
આ મહિલા ખૂબ જ ગરીબ હતી, તેની પાસે પેટ ભરવા માટે પણ પૈસા ન હતા. તેને ખ્યાલ ન હતો કે, તેના ઘરમાં એવો અમૂલ્ય ખજાનો છે, જે તેની ગરીબી દૂર કરીશકે છે, પરંતુ તેને આ વિશે જાણ ન હતી, પરંતુ જ્યારે તેને આ અંગે ખબર પડી, ત્યારે તેનું આખું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું હતું.

આ 13 મી સદીની દુર્લભ પેઇન્ટિંગ છે
વર્ષોથી રસોડામાં સ્ટોવ ઉપરની આ અમૂલ્ય પેઇન્ટિંગ ધુમાડાને કારણે કાળી પડી રહી હતી, સામાન્ય પેઇન્ટિંગ સમજીને ઘરના સભ્યો આવી બેદકારી કરતા હતા, તે 13મી સદીની દુર્લભ પેઇન્ટિંગ હતી. આ પેઇન્ટિંગ 13 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જેના કલાકારનું નામ ચિમાબ્યુ છે. કલાકાર ચિમાબ્યુ લાકડાના ટુકડાઓ પરપેઇન્ટિંગ કરતા હતા.

આવી ખુલ્લું પેઇન્ટિંગનું રહસ્ય
મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. વૃદ્ધ મહિલાએ તેના પરિવારને ઘણી વખત કહ્યું હતું કે, આ પેઇન્ટિંગ ખાસ છે, પણ કોઈએ તેની વાત માની નહીં. આ વર્ષેમહિલાએ પોતાનું જૂનું ઘર બદલ્યું હતું, પછી એક વ્યક્તિ તેનું ફર્નિચર ખરીદવા આવ્યો અને જ્યારે તેણે આ પેઇન્ટિંગ જોયું તો તેણે કહ્યું કે, આ કોઈ સામાન્ય પેઇન્ટિંગનથી.

પેઇન્ટિંગ કેટલા કરોડમાં વેચાયું
પેઇન્ટિંગ જોયા બાદ ફર્નિચર ખરીદવા આવેલા વ્યક્તિએ તેને કહ્યું કે, તે સામાન્ય પેઇન્ટિંગ નથી અને તે 13 મી સદીમાં બનાવવામાં આવી હતી. જે પછી આ સમાચારફેલાયા અને તેને પેરિસના ઓક્શન સેન્ટર પરના એક્ટમાં શણગારવામાં આવ્યો, ત્યારબાદ તેની પુષ્ટિ થઈ કે, આ પેઇન્ટિંગ તેરમી સદીનું જ છે.
આ પેઇન્ટિંગ રસોડામાં રાખવામાંઆવવાને કારણે કાળું થઈ ગયું હતું, પરંતુ તે બાદ પણ હરાજીમાં આ પેઇન્ટિંગ 188 કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ બધા પૈસા આ વૃદ્ધ મહિલાને આપવામાં આવ્યાહતા.












Click it and Unblock the Notifications
