અહીંના લોકો ઉંદરોના રાફડામાં રહે છે, જાણો ક્યાં આવેલી છે આ જગ્યા અને લોકો કેમ આવુ કરે છે?
તમે ઘણી જગ્યાએ ઉંદરોના મોટા મોટા રાફડા જોયા હશે. આ રાફડા જોઈને તમને સવાલ થતો હશે કે આમાં ઉંદરો કેવી રીતે રહેતા હશે? જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક ગામ એવુ છે કે જ્યાં ઉંદરોના રાફડામાં લોકો રહે છે.
ઈરાનમાં કંદોવન નામનું એક ગામ આવેલુ છે. આ ગામના લોકો સેંકડો વર્ષોથી ઉંદરોના રાફડામાં રહે છે. આ ગામ ત્યાં આવેલા ઉંદરોના રાફડા જેવા ઘરોને કારણે જાણીતું છે. આ ગામના લોકો ખરેખર ઉંદરોના રાફડામાં નથી રહેતા પણ રાફડા જેવા ઘર બનાવીને તેમાં રહે છે.

અહીંના લોકો તેમના ઘરોને ઉંદરોના રાફડા જેવા બનાવે છે અને તેમાં રહે છે. આવુ તે એટલા માટે કરે છે જેથી ગરમીથી બચી શકે. દેખાવમાં વિચિત્ર લાગતા આ ઘર રહેવા માટે ખૂબ જ આરામદાયક હોય છે.
આ ગામ 700 વર્ષ જૂનું છે. અહીં રહેતા લોકોને ન તો હીટરની જરૂર છે અને ન તો એસીની જરૂર પડે છે. ઉનાળામાં આ ઘર એસી જેવા ઠંડા રહે છે. શિયાળામાં આ ઘર ગરમ રહે છે.
ઇતિહાસ અનુસાર, ગામના લોકોના તેમના પૂર્વજોએ આ ગામ મંગોલોના હુમલાથી બચવા માટે બનાવ્યું હતું. કંદોવન ગામના પ્રારંભિક રહેવાસીઓ મંગોલોના હુમલાથી બચવા અહીં આવ્યા હતા.
અહીં તે મંગોલોથી બચવા જ્વાળામુખીના ખડકોમાં પોતાના ઘર બનાવતા હતા. તે અહીં એક રાફડો બનાવીને તેમાં રહેતા હતા. ધીરે ધીરે આ તેમનું કાયમી ઘર બની ગયું. હવે આ ગામ તેના અનોખા ઘરોને કારણે દુનિયાભરમાં જાણીતા છે.












Click it and Unblock the Notifications
