આ ગામના લોકો વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે, જાણો શું છે કારણ?
જંગલ વિસ્તારમાં ખેતરોમાં ઘણા ખેડૂતોને તમે ઝાડ પર માચડા બાંધીને રહેતા જોયા હશે. આ ખેડૂતો હિંસક પ્રાણીઓથી બચવા માટે આવુ કરતા હોય છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ગામના પ્રાણીઓ છેલ્લા ઘણા વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે.
આ ચૌકાવનારી વાત બિહારના સબૌર બ્લોકના શનતનગર બગડેર બગીચા વિસ્તારની છે. આ વિસ્તારમાં કોઈ પક્ષી માટે નહીં પરંતુ માણસો પોતાના માટે માળા બનાવે છે. જો કે આ લોકો આવુ પોતાની મરજીથી નથી કરતા પરંતુ મજબુરી છે.

અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પુરો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમય દરમિયાન તમામ મકાનોમાં પાણી ભરાઈ જતા આ લોકો ઝાડ પર રહેવા મજબુર છે.
બાબુપુર વિસ્તારમાં આવેલું રજનીપુર એક મોટું ગામ હતું. આ ગામ ધીરે ધીરે ગંગાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારબાદ આ લોકો શતનગરમાં રહેવા લાગ્યા. આ વિસ્તાર નીચાણવાળા વિસ્તારોને કારણે પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. જેના કારણે અહીંના લોકો માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
અહીં સ્થિતી એટલી ભયાનક છે કે 15 વર્ષથી આ લોકોનું જીવન આમ જ ચાલી રહ્યું છે. દર વર્ષે આ લોકો તેમના નવા ઘર બનાવે છે અને તેમના ઘર પૂરના પાણીમાં ડૂબી જાય છે. પરિણામ એવું આવે છે કે તેમની પાસે ન તો ખાવાનું હોય છે અને ન પહેરવા માટે કપડા હોય છે. દર વર્ષે આ લોકો નવું ઘર બનાવીને પોતાનું જીવન જીવે છે.












Click it and Unblock the Notifications
