ડોક્ટરી ઇતિહાસની સૌથી ચમત્કારીક ઘટના, બાળકનું કપાયેલુ માથુ ફરીથી લગાવાયુ, જાણો ક્યાંની છે ઘટના?

કહેવાય છે કે ડોક્ટર ભગવાનનો અવતાર છે. ડોક્ટરો ઘણી વખત એવા ચમત્કાર કરતા હોય છે કે જેના પર પહેલી વખત સાંભળીને વિશ્વાસ પણ ન આવે. હવે આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડોક્ટરોએ કપાયેલા માથાને ફરીથી જોડીને મેડિકલ ઇતિહાસનો મોટો ચમત્કાર સર્જ્યો છે.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના એક અહેવાલ અનુસાર, સુલેમાન નામના 12 વર્ષના છોકરાનું અકસ્માતમાં માથું કપાઈને ધડથી અલગ થઈ ગયુ હતુ. આ ઘટના બાદ ડોકટરોએ ચમત્કાર કર્યો છે અને તેનું માથું પાછું જોડી દીધું છે.

Successful Severed Head Surgery

12 વર્ષના સુલેમાન હસન સાથે સાઇકલ ચલાવતી વખતે અકસ્માત થયો હતો. સુલેમાનને કારે ટક્કર મારી હતી અને તેનું માથું લગભગ કપાઈ ગયું હતું. તરત જ તેને હાદાસાહ મેડિકલ સેન્ટરમાં એરલિફ્ટ કરવામાં આવ્યો. અહીં ડોક્ટોરોની મહેનત રંગ લાવી.

આ ઘટના બાદ છોકરાની બચવાની સંભાવના માત્ર 50 ટકા હતી પરંતુ ડોક્ટરોએ સર્જરી કરીને છોકરાને નવી જીંદગી આપી. જણાવી દઈએ કે કાર એક્સિડન્ટ પછી સુલેમાનની હાલત જોઈને તમામ લોકોને લાગ્યુ હતું કે તે નહીં બચે.

સુલેમાનના અકસ્માત બાદ તબીબોએ તેના જીવિત રહેવાની 50 ટકા શક્યતાઓ જ હોવાનું જણાવ્યુ હતુ. આ સર્જરી સફળ રહી અને ડોક્ટરોએ સુલેમાનનું માથું ધડ સાથે જોડી દીધું. હવે મહિનાઓ પછી સુલેમાન એકદમ ઠીક છે.

આના વિશે વાત કરતા ડોક્ટરે જણાવ્યુ કે, ઓપરેશન દરમિયાન છોકરાના બચવાની માત્ર 50 ટકા શક્યતા હતી. ડોક્ટરોએ જુલાઈ સુધી આ કેસને જાહેર ન કર્યો. હવે ડોક્ટરો પણ સુલેમાનની આ રિકવરીને ચમત્કાર માની રહ્યા છે. પિતાના એકમાત્ર પુત્ર સુલેમાનના પિતાએ પુત્રને નવી જીંદગી મળ્યા બાદ ડોકટરોનો આભાર માન્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X