શૌચક્રિયા કરતા સમયે પ્રાઇવેટ પાર્ટમાં ઘુસ્યો સાપ, ચકરાવે ચડ્યા ડૉક્ટર
ઉત્તર પ્રદેશના હરદોહી જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક જ્યારે કુદરતી હાજતે ગયો હતો, તે દરમિયાન સાંપ તેના પેટમાં ઘુસી ગયો હતો.
જે બાદ લોહીથી ખરડાયેલી હાલતમાં તે ઘરે પહોંચ્યો હતો. આ જોઇને તેના પરિવારના સભ્યોએ તાત્કાલિક તેને સારવાપ અર્થે હોસ્પિલ લઇ ગયા હતા.

પ્રાઈવેટ પાર્ટમાં ઘુસ્યો સાપ
કોતવાલી દેહાતના બનિયાની પુરવા ગામનો 25 વર્ષીય યુવક સોમવારે મોડી સાંજે શૌચ માટે ગામની બાજુમાં ગયો હતો. યુવકે ડૉક્ટરને જણાવ્યું હતું કે, જ્યારે તે ખેતરમાં શૌચ કરવા ગયો હતો, તે સમયે અંદરથી કોઈ કાળા રંગની વસ્તુ જતી જોવા મળી, જે બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે ડૉક્ટર્સે તેની તપાસ કરી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સારવાર દરમિયાન સામે આવી આ વાત
ડૉક્ટર્સે જણાવ્યું હતું કે, જ્યારે યુવક શૌચ માટે ગયો ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાં અમુક લાકડું ફસાઈ ગયું, જેના કારણે તેને લોહી નીકળવા લાગ્યું. તેને લાગ્યું કે તેના પેટમાં સાપ ઘૂસી ગયો છે, જેના કારણે તે પરેશાન થઈ ગયો. યુવક નશામાં છે, જેના કારણે તે કંઈ સમજી શકતો નથી.
જ્યારે ગામલોકોને આ વાતની જાણ થઈ, તો તેઓ પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા, પરંતુ બધા કહેતા હતા કે, કોઈ જીવજંતુ કરડ્યું હશે, પરંતુ યુવક તેની વાત સામે કોઈનું સાંભળતો ન હતો.
યુવકે જણાવ્યું હતું કે, તેણે કાળા રંગના સાપને તેના ગુપ્તાંગમાં જતો જોયો હતો, જેનાથી પરિવારના સભ્યોની ચિંતા વધી ગઈ હતી. આથી પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, યુવકના પ્રાઈવેટ પાર્ટ પાસે થોડો ઘા છે, જેના કારણે લોહી આવી રહ્યું છે. તપાસમાં કીડો કે સાપ કરડવાની બાબત સામે આવી નથી.












Click it and Unblock the Notifications
