મહિલાએ લગ્ન માટે મહેમાનો પાસે દાન માંગ્યુ, રૂપિયા ન આપ્યા તો લગ્ન જ કેન્સલ કરી દીધા
સામાન્ય રીતે લગ્નના આયોજન બાદ તેને કોઈ ખાસ કારણથી કેન્સલ કરવામાં આવે છે. આ કારણોમાં અકસ્માત કે કોઈનું મોત હોઈ શકે છે. જો કે આ મહિલાએ વિચિત્ર કારણે લગ્ન કેન્સલ કરી દીધા.
હાલમાં જ એક મહિલાએ લગ્ન એટલા માટે કેન્સલ કરી દીધા કારણ કે તેણે લગ્નના મહેમાનોને કહ્યું હતું કે મહેમાનો ભોજનનો ખર્ચ પોતે ભોગવશે. જ્યારે એક મહેમાને આ વચન ન પાળ્યું ત્યારે તેણીએ લગ્ન કેન્સલ કરી દીધા.

અહેવાલો અનુસાર, આ કેનેડિયન દુલ્હને તેના લગ્નનું આયોજન કરતી વખતે ખર્ચનો અંદાજ કાઢ્યો તો ઘણો વધારે આવ્યો. તેણી પાસે એટલા પૈસા નહોતા તો તેણે એક રસ્તો શોધી કાઢ્યો.
આ મહિલાએ લગ્નના કાર્ડ સાથે તમામ મહેમાનોને એક પત્ર મોકલ્યો અને લખ્યું કે, લગ્નમાં ઘણો ખર્ચ થશે. તેથી જો તમે આવો તો ભેટ લાવવાને બદલે, 500 કેનેડિયન ડોલર લેતા આવશો.
જો કે મોટાભાગના લોકોએ આ રકમ આપવાની ના પાડી દેતાં મહિલા ગુસ્સે ભરાઈ અને પોતે જ પોતાના લગ્ન કેન્સલ કરી નાખ્યા. હવે આ મહિલાની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
લગ્ન કેન્સલ કર્યા બાદ આ દુલ્હને તમામ મહેમાનોને એક ઈમેલ મોકલ્યો અને તેમાં લખ્યુ કે, મિત્રો, ખૂબ જ દુઃખ સાથે મેં મારા લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો છે. લગ્નના ચાર દિવસ પહેલા જ આ નિર્ણય લેવો મારા માટે ખૂબ જ પીડાદાયક હતો, પરંતુ મારે તે લેવો પડ્યો.
તેણીએ આગળ લખ્યુ કે, કમનસીબે મારો મંગેતર અને હું તાજેતરમાં કેટલીક સમસ્યાઓને લીધે અલગ થયા છે. અમે અમારા સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે અને ભવિષ્યમાં ફરી ક્યારેય લગ્ન નહીં કરીએ. તમે બધા મહેમાનો આ માટે જવાબદાર છો.
This is the best thing I've ever read. pic.twitter.com/tLQ4HEmpYA
— emily (@grumpstorm) August 25, 2018
મહિલાએ આગળ લખ્યું કે, મેં તમને રોકડ ગિફ્ટ આપવા કહ્યું હતું. પૈસા વિના અમે જે સુંદર લગ્નનું સપનું જોયું હતું તે કરી શકીએ તેમ નહોતા. તેથી જ અમે તમને લગ્ન પહેલાં પૂછ્યું હતું કે તમે અમને મદદ કરવા તૈયાર છો કે નહીં, પરંતુ મોટાભાગના લોકોનો જવાબ ના હતો. માત્ર 1500 કેનેડિયન ડોલર ચૂકવવાના હતા, પરંતુ કોઈ સહમત ન થયું. જ્યારે મારી નોકરાણીએ 5,000 ડોલર આપવાનું વચન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
