મહિલાએ ભાઈ સાથે જ કરી લીધા લગ્ન, લોકોએ પુછ્યુ તો ચૌકાવનારો જવાબ આપ્યો
સામાન્ય રીતે લોકો એવા લોકો સાથે લગ્ન કરે છે જેની સાથે લોહીના સંબંધ ન હોય. જો કે એક મહિલાએ તો હદ વટાવી દીધી અને સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા.
લગ્ન માટે ધર્મ, જાતિ અને ગોત્ર જેવી ઘણી બાબતો પર વિચાર કરવામાં આવે છે. જો કે હવે ધીમે-ધીમે આ વસ્તુઓ પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, પરંતુ તેની પાછળ એક મહત્વનું કારણ પણ છે.

દુનિયામાં ઘણા લોકો આવી કોઈ વાતમાં નથી કરતા. આવું જ એક અમેરિકન કપલે રહ્યુ છે. આ કપલ ડેટિંગ કરી રહ્યું હતું અને જ્યારે તેમને ખબર પડી કે તે પિતરાઈ ભાઈ-બહેન છે તો પણ તેમણે સંબંધને આગળ વધાર્યો.
સોશિયલ મીડિયા પર તેમની સ્ટોરી શેર કરતા કહ્યું કે, આનાથી તેમને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
આ મામલો અમેરિકાના ઉટાહનો છે. અહીંની 20 વર્ષની ટિકટોકર કેન્નાએ વીડિયો શેર કર્યો છે અને ખુલાસો કર્યો કે, તેણે તેની કઝીન સાથે લગ્ન કર્યા છે. આ જાણીને દરેક લોકો આશ્ચર્યમાં છે.
યુવતીએ જણાવ્યું કે, 6 મહિનાની ડેટિંગ બાદ તેને DNA ટેસ્ટ દ્વારા ખબર પડી કે બંને પિતરાઈ ભાઈ-બહેન છે. આનાથી કેન્નાને કોઈ ફરક ન પડ્યો અને તેણે એક વર્ષ પછી તેના બોયફ્રેન્ડ એટલે કે તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરી લીધા.
વીડિયો જોયા બાદ લોકોએ આ સંબંધને નકાર્યો અને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. લોકોનું કહેવું છે કે માત્ર આ સંબંધ ગેરકાયદેસર નથી પરંતુ આવા સંબંધ જિનેટિક્સને બગાડે છે.
જણાવી દઈએ કે, ઉટાહ અમેરિકાના 24 રાજ્યોમાંનું એક છે જ્યાં પિતરાઈ ભાઈઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ છે, જો કે આવા લગ્ન ન્યૂયોર્ક અને ફ્લોરિડા સહિત અન્ય 19 સ્થળોએ થઈ શકે છે. તેના પતિ સાથે તેની બોન્ડિંગ બતાવવા કેન્નાએ બીજો વીડિયો શેર કર્યો, જેમાં તે તેને ગળે લગાડતી અને કિસ કરતી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
