મહિલા ધારણ કરવો હતો ગર્ભ, પતિએ તેની બહેનને બનાવી ગર્ભવતી
તમારો જીવનસાથી તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે, તે જાણવું હંમેશા આઘાતજનક છે, પરંતુ જો તમને ખબર પડે કે, નજીકના મિત્ર અથવા નજીકના સંબંધી તેમાં શામેલ છે, તો તે વધુ દુઃખદાયક છે.
લંડન : તમારો જીવનસાથી તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે, તે જાણવું હંમેશા આઘાતજનક છે, પરંતુ જો તમને ખબર પડે કે, નજીકના મિત્ર અથવા નજીકના સંબંધી તેમાં શામેલ છે, તો તે વધુ દુઃખદાયક છે. આવી જ ઘટના એક મહિલા સાથે થયું છે, જ્યારે તેને ખબર પડી કે તેના પતિનું તેની જ બહેન સાથે અફેર છે.

પતિ સાથે કરી રહી હતી ફેમિલી પ્લાનિંગ
મહિલાએ પોતાનું દર્દ સોશિયલ મીડિયામાં શેર કર્યું અને જણાવ્યું હતું કે, તે ઘણા વર્ષોથી તેના પતિ સાથે ગર્ભ ધારણ કરવા માટે પ્લાનિંગ કરી રહી હતી, પરંતુ જ્યારેતેને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે અને બાળકનો પિતા બીજો કોઈ નહીં પણ તેનો જ પતિ છે, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બધું ત્યારેથયું જ્યારે બંનેના લગ્ન થયા હતા. આ દરમિયાન તેનો પતિ તેની બહેન સાથે અફેર ચાલી રહ્યું હતું.

રહસ્યના ઘટસ્ફોટ બાદ તૂટી ગયા લગ્ન
મહિલાએ ખુલાસો કર્યો કે, જ્યારે તેને ખબર પડી કે, મહિલાની બહેન તેના પતિના બાળકની માતા બનવાની છે અને બાળકને ઉછેરવામાં મદદ કરવા ગઈ, ત્યારે તેનાલગ્નનો અંત આવ્યો હતો.
મહિલાએ જણાવ્યું કે, આ પછી પતિએ તેની બહેન સાથે લગ્ન કર્યા અને હવે તેને બંને સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હવે સ્ટોરીમાં નવો વળાંક આવ્યો છે. હકીકતમાં,હવે મહિલાના માતા-પિતા ઇચ્છે છે કે, તેણી તેના ભૂતપૂર્વ પતિ અને બહેનના બાળકો ને મળે અને ફેમિલી ડિનરમાં હાજરી આપે છે.

સ્ત્રીએ લખી પોતાની કથની
મહિલાએ પોતાની પીડા એક કોલમમાં લખી છે. તેમાં આ મહિલાએ જણાવ્યું છે કે, જ્યારે મારા પૂર્વ પતિ સાથે મારા લગ્ન થયા હતા, ત્યારે અમને ગર્ભધારણ કરવામાંતકલીફ પડી રહી હતી. તે વર્ષો મારા માટે ખૂબ જ પીડાદાયક હતા, પરંતુ મને લાગ્યું કે અમારા લગ્ન અમારા બંને માટે પૂરતા હતા. પછી થોડા દિવસો બાદ મનેજાણવા મળ્યુ હતું કે, તેનું મારી બહેન સાથે જ અફેર છે.

અફેર વિશે જાણ્યા બાદ, થયું બ્રેકઅપ
મહિલાએ આગળ લખ્યું કે, અમારી વચ્ચે મોટી લડાઈ થઈ હતી. આ ઝગડા બાદ મેં અને મારા તત્કાલિન પતિએ આગળ વધવાનું અને નવી શરૂઆત કરવાનું નક્કી કર્યુંહતું. અમે અલગ થયાના થોડા અઠવાડિયા બાદ, મારી બહેને આશ્ચર્યજનક સમાચાર આપ્યા કે, તે ગર્ભવતી છે. ભૂતપૂર્વ પતિએ તેની સાથે ફેમિલી શરૂ કરવા માટેમારી સાથે છૂટાછેડા લઇ લીધા હતા.
મહિલાનું કહેવું છે કે, વર્ષોથી તે અને તેની બહેન ફેમિલી ફંક્શનમાં જાય છે. તેના માતા-પિતા શરૂઆતમાં તેની બહેનથી નારાજ હતા, પરંતુ જ્યારે બાળકનો જન્મ થયોત્યારે તેઓએ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો.

બહેનના ફેસબુક પેજ પર શું જોવા મળ્યું?
તેના માતા-પિતાએ તેને આ વર્ષે તેની બહેન સાથે ક્રિસમસમાં હાજરી આપવા જણાવ્યું હતું. જે બાદ તે આખરે તેની બહેનના ફેસબુક પેજ પર ગઇ અને ત્યાં તેણે જે જોયુંતે ખરેખર હેરાન કરનારું હતું.
મહિલાએ જોયું કે, તેના પૂર્વ પતિ અને તેની બહેનની એકબીજા સાથે સેંકડો તસવીરો છે. મહિલાએ એમ પણ પૂછ્યું હતું કે, શું તેણેમાતા-પિતાની ઈચ્છા પૂરી કરવા માટે બંને સાથે ક્રિસમસમાં હાજરી આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
