અહીં થાય છે દુનિયાની સૌથી મોંધી મસાજ, કિંમત એટલી કે લક્ઝરી કાર આવી જાય
અમીર લોકોના શોખ પણ અમીર જેવા હોય છે. અમીરો પોતાના રૂપિયાને વેડફવા માટે નજીવી વસ્તુઓ માટે કરોડો ખર્ચી નાંખતા હોય છે. આજે આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે. અહીં સામાન્ય રીતે થોડા સો રૂપિયામાં થતી મસાજ માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે.
ઘણા લોકોને મસાજ મસાજ પાર્લરમાં જઈને શાંતિથી સમય પસાર કરવાનું પસંદ હોય છે. દુનિયાભરમાં વિવિધ પ્રકારની મસાજ કરાય છે. જો કે આજે અમે તમને જે મસાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે દુનિયાની સૌથી મોંઘી મસાજ છે.

સૌથી પહેલા એ જાણીએ કે આ મસાજમાં એવું શું થાય છે કે લોકો તેના માટે અધધ રૂપિયા ખર્ચે છે. મસાજમાં વધુ પૈસા ખર્ચવાનું કારણ લક્ઝરી છે. લક્ઝરીના કારણે મસાજના ભાવ વધી જાય છે. લક્ઝરી હોટલ કે મસાજ પાર્લર તેમાં વપરાતી વસ્તુઓને કારણે મસાજની કિંમત વધી જાય છે.
માહિતી અનુસાર, વિશ્વની સૌથી મોંઘી મસાજ ડાયમંડ મસાજ અબુ ધાબીની અમીરાત પેલેસ હોટલમાં ગ્રાહકોને અપાય છે. આ સેવા અનંતરા સ્પા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ મસાજમાં ડાયમંડ ડસ્ટ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે અને હળવા સ્ટ્રેચિંગ, ડીપ ટિશ્યુને કારણે તેની કિંમત ઘણી વધારે છે. આ સિવાય અમીરાત પેલેસ હોટલને કારણે તેના રેટ વધી જાય છે.
કિંમત વિશે વાત કરીએ તો, આ મસાજની કિંમત 6800 ડોલર આસપાસ છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 5.5 લાખ રૂપિયા થાય છે. આ સિવાય ન્યૂયોર્કની અમન હોટેલમાં પણ આવી જ મોંઘી મસાજ અપાય છે. તેના ભાવ 4000 ડોલર સુધીના હોય છે.












Click it and Unblock the Notifications
