અહીં મળે છે દુનિયાની સૌથી મોંઘી ફ્રેંચ ફ્રાઈસ, એટલી મોંઘી કે પુરા મહિનાનું રાશન આવી જાય
બટાકામાંથી બનતી કરકરી ફ્રેંચ ફ્રાઈસના લોકો દિવાના છે. ઘણી રેસ્ટોરન્ટ પોતાના મેનુમાં અલગ-અલગ સ્ટાઈલથી ફ્રેંચ ફ્રાઈસ બનાવીને પીરસે છે.
સામાન્ય રીતે થોડાક સો રૂપિયામાં કે પછી બહુ મોંધી રેસ્ટોરન્ટ હોય તો હજાર રૂપિયામાં ફ્રેંચ ફ્રાઈસ મળી જાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક જગ્યાએ એટલી મોંધી ફ્રેંચ ફ્રાઈસ મળે છે કે એટલામાં પુરા મહિનાનું રાશન આવી જાય.

દરેક વ્યક્તિને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પસંદ હોય છે. પાર્ટીઓમાં પણ સ્ટાર્ટર તરીકે ફ્રેન્ચ ફ્રાઈસ પીરસવામાં આવે છે. આ જ કારણ છે કે તેની માંગ ઘટવાની જગ્યાએ વધી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ ફ્રાઈસ એટલી મોઘી વેચાય છે કે તેના બદલામાં એક પરિવાર માટે મહિનાભરનું રાશન આવી જાય.
જો કે આ વાનગી વચ્ચે રેસ્ટોરન્ટના મેનુ લિસ્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી પરંતુ ફરીથી મેનુમાં સામેલ કરવામાં આવી છે. આ ફ્રેન્ચ ફ્રાઈસના એક ભાગની કિંમત ભારતીય ચલણમાં 200 ડોલર એટલે કે 15,800 રૂપિયા છે. આને વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવી છે.
આ ફ્રેન્ચ ફ્રાઈસનું નામ Crème dela Crème Pommes Frites છે. લોકોને તેની કિંમત ખબર પડે છે તો ચૌકી જાય છે. આ ફ્રેન્ચ ફ્રાઈસને વર્ષ 2021માં વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ જાહેર કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ રેસ્ટોરન્ટમાં સૌથી મોંઘી મીઠાઈ પણ સર્વ કરવામાં આવે છે અને જેની કિંમત 25,000 એટલે કે 19 લાખ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
