દુનિયાની સૌથી અજીબ નોકરી, દુલ્હા-દુલ્હનના કુતરા સંભાળીને લાખો કમાય છે આ યુવતી
લોકો માટે નોકરી કરવી એ એક મજબુરી હોય છે. જો કે ઘણા લોકો એવી નોકરી કરે છે કે તે બીજા માટે ડ્રીમ જોબ બની જાય છે. હાલમાં એક યુવતી આવી જ જોબ માટે ચર્ચાએ ચડી છે.
આ યુવતી નોકરી જેટલી સારી છે તેટલી જ અજીબ છે. યુવતીને આ નોકરીને કારણે રૂપિયા તો મળે જ છે અને સાથે સાથે ઘણા લાખો રૂપિયા પણ કમાય છે.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રહેતી ઓલિવિયા થોમ્પસન નામની આ છોકરી તેની નોકરીને કારણે ચર્ચામાં છે. તેની રુચિ અને તેની નોકરી વચ્ચે ઊંડો સંબંધ છે અને તે તેમાંથી ઘણી કમાણી કરી રહી છે.
આ છોકરીને લગ્નનો ખૂબ શોખ છે અને તેને તેને લગતી નોકરી મળી ગઈ છે, જેનાથી તે થોડી મહેનત કરીને સારા પૈસા કમાઈ રહી છે.
ઓલિવિયા અગાઉ એડમિન સહાયક તરીકે કામ કરતી હતી. અહીં લંચ બ્રેક દરમિયાન તે લોકોના કૂતરાઓને સાચવતી અને તેમાંથી વધારાના પૈસા કમાતી હતી. તેણીને બાળપણથી જ લગ્નોમાં હાજરી આપવાનો શોખ હતો.
તેણી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાથી પરત આવી ત્યારે તેણીએ તેના બંને શોખને એક જગ્યાએ ભેગા કર્યા અને નવો વ્યવસાય શરૂ કર્યો. હવે તે લગ્ન દરમિયાન વર અને કન્યાના કૂતરાઓની સંભાળ રાખવાનું કામ કરે છે.
આ કામ દ્વારા તેને ન માત્ર તેના શોખને માણવાની તક મળે છે પરંતુ તે દર મહિને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાથી વધુની કમાણી પણ કરે છે.
ઓલિવિયાને આ વિચાર રોયલ બોટેનિક ગાર્ડન એડિનબર્ગમાં સેલ્સ સહાયક તરીકે કામ કરતી વખતે આવ્યો. 3 અઠવાડિયા સુધી કામ કર્યા પછી તેને આ વિચાર આવ્યો અને તેણે તેના કૂતરા પ્રત્યેના પ્રેમ અને લગ્નમાં રસને જોડીને આ વ્યવસાય બનાવ્યો.
પોતાનો બિઝનેસ શરૂ કર્યા પછી જ તેણીએ દરરોજ 30 હજાર રૂપિયા કમાવવાનું શરૂ કર્યું. તેણી પહેલા તેના ગ્રાહકોને મળે છે અને પછી તેમના પાલતુ પ્રાણીઓની સંભાળ રાખે છે જેથી તેણી અને ગ્રાહક બંનેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.












Click it and Unblock the Notifications
