ભારતના આ ગામમાં દરેક ઘરમાં એક વ્યક્તિ ડોક્ટર છે, જાણો ક્યાં આવેલુ છે આ ગામ?

બિહારના કેટલાક ગામો વિશે કહેવાય છે કે ત્યાં ઘણા ગામોમાં દરેક ઘરમાં એક આઈપીએસ કે આઈએએસ જોવા મળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં જ એક એવુ ગામ છે જ્યાં દરેક ઘરમાં એક ડોક્ટર જોવા મળે છે.

આપણે જે ગામની વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું ખરીવલી ગામ ત્યાંના ડોક્ટરોને કારણે જાણીતું છે. આ ગામમાં લગભગ ત્રીસ પરિવાર રહે છે અને પરિવારોમાં મોટા ભાગના લોકો ડૉક્ટરો છે.

Doctor

આ ગામની એક ખાસ વાત એ છે કે અહીંના પરિવારો પોતાના બાળકો ભવિષ્યમાં પણ ડોક્ટર બનતા રહે કે માટે સતત મહેનત કરતા રહે છે. અહીંના બાળકોને શરૂઆતથી જ ડોક્ટર બનવા માટે પ્રેરિત કરાય છે.

આ ગામમાં બાળકોને શીખવાડમાં આવે છે કે આ દુનિયામાં કોઈનો જીવ બચાવવા સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. અહીંના તમામ પરિવારો સામાન્ય આર્થિક સ્થિતિના છે તેમ છતાં તેમના બાળકો દર ડોક્ટર બનવા તરફ આગળ વધે છે.

આ ગામમાં ડોક્ટર બનવાની શરૂઆત વર્ષ 2000થી શરૂ થઈ હતી. અહીં રહેચા સંજય પાટીલ MBBSની ડિગ્રી મેળવનારા પ્રથમ ડોક્ટર હતા. તે ડૉક્ટર બન્યા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને સમાજમાં તેમનું અને તેમના સમગ્ર પરિવારનું સન્માન પણ વધ્યું. આ પછી ગામના દરેક બાળકમાં ડૉક્ટર બનવાનું સપનું ખીલવા લાગ્યું. પરિવારના સભ્યોના સહકારને કારણે બાળકો પણ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવા લાગ્યા. આ જ કારણ છે કે આજે તમને આ ગામના દરેક ઘરમાં એક ડોક્ટર જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X