ભારતની આ કંપની કર્મચારીઓને ઊંઘવા માટે રજા આપે છે, આ દિવસે મળે છે આ ખાસ રજા

દુનિયાભરમાં વિવિધ કંપનીઓ પોતાની પોલીસી પ્રમાણે મહિલાઓને વિશેષ રજાઓ આપે છે. આ સિવાય ઘણી કંપનીઓ તમામ કર્મચારીઓ માટે અલગ-અલગ પ્રકારની રજાઓ આપતી રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની એક કંપની તેના કર્મચારીઓને ઊંઘવા માટે રજા આપે છે.

ભારતના બેંગ્લોરમાં આવેલી આ કંપની તેના અલગ નિયમને કારણે ચર્ચામાં છે. આ કંપની ઇન્ટરનેશનલ સ્લીપ ડે નિમિત્તે પોતાના કર્મચારીઓને સ્લીપ હોલિડે આપી છે.

Sleep Holiday

કંપની તરફથી કર્મચારીઓને 17 માર્ચને લઈને એક મેઈલ કરીને કહેવાયુ છે કે, વેકફિટ સાથે ઊંઘની ઉત્તમ ભેટનો અનુભવ કરો! તમામ વેકફિટ કર્મચારીઓને 17 માર્ચ, 2023ના રોજ વર્લ્ડ સ્લીપ ડે પર રજા આપવામાં આવે છે.

વર્લ્ડ સ્લીપ ડે પર રજાની જાહેરાત બાદ કર્મચારીઓ પણ ખુશ જોવા મળ્યા. આ રજાને કારણે તેમને 3 દિવસની રજા મળી હતી અને જેના કારણે તે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકે છે.

આ જાહેરાત કરીને કંપની તેના તમામ કર્મચારીઓને વૈકલ્પિક રજા આપીને આંતરરાષ્ટ્રીય સ્લીપ દિવસની ઉજવણી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે અમે સ્લીપ ડેને તહેવાર તરીકે ઉજવીશું.

કંપનીએ મેઇલમાં જણાવ્યુ કે, સરપ્રાઇઝ હોલિડે એનાઉન્સિંગ ધ ગિફ્ટ ઑફ સ્લીપ. કંપનીએ મેઈલમાં એ પણ જણાવ્યુ કે, ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડની છઠ્ઠી સિઝન દર્શાવે છે કે 2022 થી કામકાજના કલાકો દરમિયાન ઊંઘની લાગણી અનુભવતા લોકોની સંખ્યામાં 21% વધારો થયો છે.

આ સિવાય કામ કરતા થાકેલા અને જાગતા લોકોમાં 11 ટકાનો વધારો થયો છે. જેના કારણે આ સ્લીપ ડે સેલિબ્રેટ કરવા માટે આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. આ માટે જ કર્મચારીઓને ઊંઘની ગિફ્ટ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X