આ છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ, જાણો ભારતનો રેંક
most powerful country in the world:ઘણીવાર તમારા મનમાં સવાલ થતો હશે કે, વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કયો છે? આ સવાલનો જવાબ આપણે ઘણીવાર ગૂગલને પણ પૂછીએ છીએ કે, સૌથી શક્તિશાળી દેશ કયો છે? આજે આપણે આ સવાલનો જવાબ આ અહેવાલમાં વિસ્તારથી જાણીશું. આ સાથે એ પણ જાણીશું કે, ભારતનું સ્થાન કેટલામું છે.
ઉલ્લેખનીય છે કે, યુએસ ન્યૂઝનું આ રેન્કિંગ મોડલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ તૈયાર કરવા માટે પાંચ બાબતો નક્કી કરવામાં આવી છે. તેઓ છે - એક નેતા, આર્થિક-રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને મજબૂત સેના. માર્ચ મહિના માટે જીડીપીને ધ્યાનમાં રાખીને રેન્કિંગમાં અર્થતંત્ર અને વસ્તીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ લિસ્ટમાં જે દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શક્તિશાળી દેશોમાં આવે છે, જે સાથે સાથે પ્રવાસન મામલે પણ ટોપમાં ગણવામાં આવે છે. અમેરિકાથી લઈને ચીન સુધી અને જર્મનીથી લઈને ભારત સુધી દરેક વ્યક્તિ એક વાર આ સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે.
માહિતી અનુસાર, આ યાદીમાં આ દેશોનું પ્રવાસન ક્ષેત્ર પણ સૌથી મજબૂત છે, અહીં દર વર્ષે લાખો અને કરોડો પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લે છે. મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે.

ટોચ પર છે અમેરિકા - આ યાદીમાં અમેરિકા 27.97 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ટોચ પર છે. અમેરિકાની કુલ વસ્તી 339.9 મિલિયન છે. અમેરિકામાં એવી ઘણી જગ્યાઓ છે, જે સુંદરતાના મામલામાં અન્ય કોઈ દેશને ટક્કર આપી શકે છે.
અમેરિકાના ટોપ 5 ડેસ્ટિનેશન -
- ફ્રેમોન્ટ ટ્રોલ - સિએટલ, વોશિંગ્ટન
- એરિયા 51 - લાસ વેગાસ, નેવાડા
- કાર હેંગે - ઈંગ્લેન્ડનું સ્ટોનહેંજ
- રેસટ્રેક - કેલિફોર્નિયા, નેવાડા
- કોરલ કેસલ - ફ્લોરિડા
બીજા નંબર પર છે ચીન - આ છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ, જાણો ભારતનો રેંક બીજા સ્થાને ચીન છે, જેની અર્થવ્યવસ્થા રૂપિયા 18.56 ટ્રિલિયન છે, અને ચીનની વસ્તી 1.42 અબજ છે. ચીન ટેક્નોલોજીની બાબતમાં બીજા બધા દેશોથી ઘણું આગળ છે, અને અહીં ફરવા જેવી એવી જગ્યાઓ છે, જે તમને પહેલી નજરમાં જ ગમી જશે.
ચીનના ટોપ 5 ડેસ્ટિનેશન
- ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના
- તિબેટ
- બેઇજિંગ
- શાંઘાઈ
- સિલ્ક રોડ
ત્રીજા સ્થાને છે રશિયા - રશિયા 1.90 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 144 મિલિયન વસ્તી સાથે ત્રીજા સ્થાને છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછીથી લોકો રશિયા વિશે સૌથી વધુ જાણવા માંગે છે, અને કદાચ શક્તિશાળી દેશોની યાદીમાં આવ્યા પછી તમારી રુચિ વધુ વધી ગઇ હશે.
રશિયાના ટોપ 5 ડેસ્ટિનેશન
- બૈકલ લેક
- મોસ્કો
- સેન્ટ પીટર્સબર્ગ
- અલ્તાઇ
- સોચી
આ દેશો પણ આ યાદીમાં સામેલ છે - ટોચના ત્રણ દેશો વિશે જાણ્યા પછી, સૂચિ પર એક નજર કરીએ તો, જર્મની 4.70 ટ્રિલિયન રૂપિયાની અર્થવ્યવસ્થા અને 83.2 મિલિયનની વસ્તી સાથે ચોથા સ્થાને છે. જ્યારે બ્રિટન 3.59 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે 67.7 મિલિયનની વસ્તી સાથે પાંચમો દેશ છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા છઠ્ઠા સ્થાને છે, તેની અર્થવ્યવસ્થા 1.78 ટ્રિલિયન ડોલર છે અને વસ્તી 51.7 મિલિયન છે.
દસમાં નંબર પર છે યુએઇ - ફ્રાન્સ 3.18 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 64.7 મિલિયનની વસ્તી સાથે સાતમા નંબરે છે, જ્યારે જાપાન વધુ પાછળ નથી, ફ્રાન્સને 4.29 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 123.2 મિલિયનની વસ્તી સાથે આઠમા ક્રમે છે.
સાઉદી અરેબિયા 1.11 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર અને 36.9 મિલિયનની વસ્તી સાથે નવમા સ્થાને છે, અને UAE 536.83 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને 9.51 મિલિયનની વસ્તી સાથે દસમા સ્થાને છે.
12મા નંબર પર છે ભારત - ભારત ટોપ 10માં નથી આવી શક્યું, પરંતુ હા ભારત 12માં નંબર પર ચોક્કસ છે. આ યાદીમાં ઈઝરાયેલ 11મા નંબર પર છે. આ પછી ભારત આવે છે, જેની અર્થવ્યવસ્થા 3.39 ટ્રિલિયન ડોલરની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશની વસ્તીનું કદ તેના પાવર રેન્કિંગને અસર કરી શકે છે, અને આ જ કારણ છે કે, ભારત હાલમાં 12મા સ્થાને છે.












Click it and Unblock the Notifications
