આ છે દુનિયાની સૌથી જુની બેંક, અહીં રૂપિયા નહીં પણ અનાજ રાખવામાં આવતુ હતું
આજે તમામ લોકોના કોઈને કોઈ બેંકમાં એકાઉન્ટ હોય જ છે. બેંક આજે લોકોની રોજબરોજની જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી પહેલી બેંકમાં રૂપિયા નહીં પણ અનાજ રાખવામાં આવતું હતુ.
અહેવાલો અનુસાર, રોક્કોમાં અમાજી સમુદાયના લોકો સદીઓ પહેલા બેંકોનો ઉપયોગ કરતા હતા. આ સમુદાયના લોકો તેની બેંકિંગ સિસ્ટમને રબાત-ઇગુદર કહેતા હતા. આ બેંક વિશ્વની સૌથી પહેલી બેંક માનવામાં આવે છે. આ બેંક જેટલી જુની છે એટવી જ તેની ખાસિયત છે.

ટાસ્કડેલ્ટ ગ્રુપના ડેપ્યુટી હેડ ઓફકીરે જણાવ્યું કે, આ સૌથી પહેલી બેંકોનું સંચાલન સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હતું. આ સેક્રેટરી લામાઈન તરીકે ઓળખાતા હતા.
અહેવાલો અનુસાર, આ બેંકનું મેનેજમેન્ટ 10 લોકોની એક કમિટી કરતી હતી. આ કમિટીને ઈન્ફ્લાસ તરીકે ઓળખવામાં આવતી હતી. આ કમિટીમાં વિવિધ જનજાતિના પ્રતિનિધિઓ રહેતા હતા.
રિસર્ચકો અનુસાર, આ વિશ્વની સૌથી જુની બેંકિગ સિસ્ટમ એક અદભુત અનાજ ભંડાર પણ હતી. આ બેંકનો ઉપયોગ ઘઉં, જવ, દાગીના અને કાયદાકીય દસ્તાવેજો જેવા અનાજનો સંગ્રહ કરવા માટે થતો હતો. રિસર્ચર પ્રોફેસર ખાલિદ અલારૌદે જણાવ્યું કે, આ સામૂહિક ધાન્ય ભંડાર બેંકોની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ સિસ્ટમ આપણા પહાડો જેટલી જૂની છે.












Click it and Unblock the Notifications
