કરોડપતિ બનવા માટે એક સાથે 6 ફૂલ ટાઈમ નોકરી કરી રહ્યો છે આ વ્યક્તિ, બોલ્યો હજુ વધુ નોકરીઓની શોધમાં છુ

કરોડપતિ બનવા માટે એક વ્યક્તિ એક સાથે 6 નોકરીઓ કરી રહ્યો છે. જાણો વિગત.

નવી દિલ્લીઃ દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તે દુનિયાના દરેક એશો-આરામ ખરીદી શકે. પૈસા માટે જ દરેક વ્યક્તિ આમથી તેમ ભાગી રહ્યો હોય છે. રાતો-રાત કરોડપતિ બનવા માટે એક વ્યક્તિએ એવી રીત અપનાવી જેના વિશે જ્યારે તમે સાંભળશો ત્યારે ચોંકી જશો. કરોડપતિ બનવા માટે એક વ્યક્તિ એક સાથે 6 નોકરીઓ કરી રહ્યો છે.

એક સાથે 6 નોકરીઓ કરી રહ્યો છે આ વ્યક્તિ અને એ પણ ફૂલ ટાઈમ

એક સાથે 6 નોકરીઓ કરી રહ્યો છે આ વ્યક્તિ અને એ પણ ફૂલ ટાઈમ

જ્યાં એક નોકરી કરવામાં જ સામાન્ય માણસને પરસેવો પડી જાય છે ત્યાં આ વ્યક્તિ એક નહિ, બે નહિ પરંતુ એક સાથે 6 નોકરીઓ કરી રહ્યો છે. તમને આ આંકડો સાંભળીને ચક્કર આવી ગયા હશે કે છેવટે આ વ્યક્તિ એક સાથે 6 નોકરી કેવી રીતે કરી રહ્યો છે. રેડિટ ન્યૂઝના 'ટૂ ઑફ માય ચેસ્ટ' પ્લેટફૉર્મ પર એક અજ્ઞાત વ્યક્તિએ જણાવ્યુ કે તે એક આઈટી કંપનીમાં કામ કરે છે અને મહામારીના કારણે તેને ઘણી નોકરીઓ માટે મજબૂર થવુ પડ્યુ પરંતુ ત્યારબાદ તેણે પોતાની આવક વધારવા માટે વધુ કામ કરવાનુ શરુ કરી દીધુ છે. તેણે જણાવ્યુ કે તે વર્તમાનમાં 6 નોકરીઓ કરી રહ્યો છે અને છએ નોકરી ફૂલટાઈમ છે. તેણે કહ્યુ કે વર્ક ફ્રોમ હોમના કારણે આવુ સંભવ બની શક્યુ છે. પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યુ કે તે યુરોપમાં રહે છે અને પોતાની પાંચ નોકરીઓના કારણે તે વર્ષ 2022માં 5.27 કરોડ રૂપિયા કમાશે.

હજુ બીજી નોકરીઓની છે શોધ

હજુ બીજી નોકરીઓની છે શોધ

તેણે કહ્યુ કે હું વધુ નોકરીઓની શોધમાં છુ અને હાલમાં 6 નોકરીઓ કરી રહ્યો છુ. ઘરમાંથી કામ કરવાના કારણે આવુ સંભવ બની શક્યુ છે. જો ઑફિસમાં જતો હોત તો આવુ શક્ય નહોતુ. હું યુરોપમાં રહુ છે અને આ વર્ષે લગભગ 5.27 કરોડ કમાઈશ. તેણે કહ્યુ કે જો કે હું આના કારણે સમાજથી એકદમ અલગ થઈ ગય છુ. હું કોઈની સાથે મુલાકાત નથી કરી શકતો. તેણે કહ્યુ કે હું જલ્દીમાં જલ્દી પૈસા કમાઈને 40 વર્ષ પહેલા રિટાયર થવા માંગુ છુ.

વ્યક્તિની સનક પર સોશિયલ મીડિયા પર શું બોલ્યા લોકો

વ્યક્તિની સનક પર સોશિયલ મીડિયા પર શું બોલ્યા લોકો

સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જ્યાં અમુક લોકો તેના કઠોર પરિશ્રમની પ્રશંસા કરી રહ્યા છે. ત્યાં અમુક લોકો તેની આ સનક માટે તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. વળી, અમુક લોકોએ તેની નૈતિકતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. લોકોનુ કહેવુ છે કે એક જ સમયે એકથી વધુ કંપનીઓમાં કામ કરવુ યોગ્ય નથી. વળી, એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યુ- 6 નોકરીઓ? શું વાત છે. મને પણ અમુક સૂચનો આપો, પ્લીઝ? મારી પાસે એક પણ નોકરી નથી. વળી, અન્ય એક યુઝરે લખ્યુ કે આ માણસ ખોટુ બોલી રહ્યો છે. એ કૉન્ટ્રાક્ટ પર કામ કરે છે, ફૂલ ટાઈમ નોકરી નહિ. વળી, એક ત્રીજા યુઝરે લખ્યુ - હા, આ વ્યક્તિ કૉન્ટ્રાક્ટ બેઝ પર જ નોકરી કરે છે કે જે 6 ફૂલ ટાઈમ નોકરી કરવા જેવુ બિલકુલ નથી. મને લાગે છે કે આણે કમાણીનો આંકડો પણ વધારીને બતાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X