આ મહિલા પોતાના પગ દેખાડીને કરોડો કમાઈ રહી છે, જાણો પગમાં શું છે ખાસ?
બોલિવૂડ ફિલ્મ પાકિજામાં રાજકુમાર મીના કુમારીના પગ જોઈને તેના પ્રેમમાં પડી જાય છે. જો કે આ એક ફિલ્મી કહાની છે પરંતુ હકિકતમાં એક મહિલા એવી છે જેના પગ જોઈને કોઈપણ તેના પ્રેમમાં પડી જાય. હવે આ મહિના તેના પગથી જ કરોડો રૂપિયા કમાઈ રહી છે.
અહેવાલો અનુસાર, ક્રિસી સ્વીટ નામની આ મહિલા માત્ર પોતાના પગની તસવીરોથી ઘરે બેઠા કરોડો કમાઈ રહી છે. આ માટે તેને કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી અને પુરુષો તેના પગ જોવા માટે હસતા હસતા લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

ક્રિસી સ્વીટ નામની આ મહિલાનો દાવો છે કે તે ફન વિથ ફીટ નામના પ્લેટફોર્મ પર તેના ફોટો વેચી રહી છે અને તેણે છેલ્લા 2 વર્ષમાં 190,000 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં 2 કરોડથી વધુની કમાણી કરી છે.
ક્રેસી જણાવે છે કે, તે એક બારમાં કામ કરતી હતી અને હેરડ્રેસર તરીકે વધારાના પૈસા કમાતી હતી. કોવિડ દરમિયાન તેણે નોકરી ગુમાવી ફરીથી નોકરી મળવામાં સમસ્યા થઈ. આ સ્થિતિમાં તેણીએ પોતાના પગના ફોટો વેચવાનું શરૂ કર્યું અને તેને સારી કમાણી થવા લાગી.
ક્રેસીના જણાવ્યા અનુસાર, તેને 20 હજાર રૂપિયા મળ્યા તો ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેણી વિવિધ પ્રકારનાં ફૂટવેર પહેરેલા, લોશન લગાવતા અને માલિશ કરતા તેના પગના ફોટો પોસ્ટ કરે છે. મહિલાનું કહેવું છે કે, આ કામમાં તેને પોતાનો ચહેરો બતાવવાની પણ જરૂર નથી.
પ્લેટફોર્મ પર માત્ર પગનો ફોટો લગાવવો પડે છે. તેને કોઈ સમસ્યા નથી. લોકો કેક પર ચાલવાથી માંડીને બેકડ બીન્સ પર ચાલવા સુધીની વિચિત્ર વિનંતીઓ મોકલે છે અને તેના માટે મોટા રૂપિયા ચુકવે છે.












Click it and Unblock the Notifications
