લોકોના રોમાન્સ સિક્રેટ જાણીને ટેસ્ટ લે છે આ મહિલા, સાચી રીત શીખવાડવાના લાખો વસૂલે છે
દુનિયામાં રૂપિયા ચુકવીને વિવિધ સેવાઓ ભાડે લેતા લોકો તમે ઘણા જોયા હશે. જો કે તમે ક્યારેય એવુ નહીં જોયુ હોય કે કોઈ રૂપિયા લઈને તમને રોમાન્સ કરતા શીખવાડે. જો કે આ હકિકત છે અને એક મહિલા લોકોના બેડરૂમ સિક્રેટ જાણીને રૂપિયા લઈને રોમાન્સ કરવાની સાચી રીત શીખવાડે છે.
અમેરિકામાં રહેતી આ મહિલા રિલેશનશીપ એક્સપર્ટ છે અને કપલને રોમાન્સ કરવાની સાચી રીત શીખવાડે છે. આ મહિલા આવા કપલ પાસેથી સલાહ આપવા માટે મોટી રકમ પણ વસૂલે છે.

અમેરિકાના નેશવિલની રહેવાસી હેન્ના નિકોલને લવ ગુરુ તરીકે ફેસમ છે. કપલ વચ્ચે સંબંધો ઠીક ન હોય ત્યારે આવા કપલ તેનો સંપર્ક કરે છે. તે માત્ર 10 દિવસમાં સંબંધોને પાટા પર ચડાવી દે છે. હેના પોતાને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત તેમજ સંબંધ નિષ્ણાત તરીકે વર્ણવે છે. તેના ગ્રાહકો અથવા સબ્સ્ક્રાઇબર્સ તેની મદદથી સંબંધો સુધારવા માટે કામ કરે છે.
જ્યારે કોઈ કપલ સમસ્યા લઈને હેના નિકોલ પાસે આવે છે તે બંને સાથે પ્રેમથી વાત કરે છે અને સમસ્યા સાંભળે છે. ત્યારબાદ સમસ્યાઓ શોધીને તેમને એક રૂમમાં મોકલે છે અને પછી તેમને રોમાન્સ કરવા કહે છે. આ બેમાંથી કોઈ એક રોમાંસમાં ભૂલ કરે તો રોમાંસની સાચી રીત શીખવાડે છે. નિકોલ બન્નેને વાત કરવાની સાચી રીત પણ જણાવે છે.
પુરુષો તેની સામે રોમાંસની ચર્ચા કરતા અચકાતા હોવાથી હેના તેમની સાથે ઓનલાઈન વાત કરે છે. હેનાએ જણાવ્યુ કે, તે પાર્ટનરની ખાનગી પળોને લાઈવ જોવા માટે મોટી ફી લે છે. બંને પાર્ટનર્સ ઇચ્છે છે કે હેના તેમને રોમાન્સ કરવાની સાચી રીત જણાવે. એક અંદાજ પ્રમાણે હેના એક મહિનામાં 10 લાખથી વધુ કમાય છે.












Click it and Unblock the Notifications
