Trending News : બોયફ્રેન્ડ માટે છોકરીએ 2400 કરોડની સંપત્તિને મારી લાત, વાંચો લવ સ્ટોરી
Trending News : એવું કહેવાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે, ત્યારે તેને કંઈ દેખાતું નથી. પ્રેમમાં અમીરી કે ગરીબી કોઈ ફરક નથી પડતી. આવી જ એક પ્રેમ કહાની વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જેમાં એક બિઝનેસ ટાયકૂનની પુત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તેના પિતાની અબજોની સંપત્તિની છોડી દીધી હતી.
મલેશિયાની આ કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી, જેમાં એક છોકરી તેના પતિને મેળવવા અને લગ્ન કરવા માટે તેના પિતાની 2400 કરોડની પ્રોપર્ટીનો અસ્વીકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્જેલિના ફ્રાન્સિસ ખો મલેશિયાના બિઝનેસ ટાયકૂન ખો કે પેંગની પુત્રી છે. એન્જેલિનની માતા પૌલિન ચાઈ પૂર્વ મિસ મલેશિયા છે. તેના પિતા પેંગ મલેશિયન યુનાઈટેડ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે, પરંતુ આટલા મોટા પરિવારની દીકરી હોવા છતાં તેને એક સમાન્ય છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો.
જે બાદ પરિવાર તેના પ્રેમને સ્વીકારવા માટે તૈયાર ન હતો. જે કારણે એન્જેલીનાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 300 મિલિયન અમેરિકન ડોલર (આશરે 2500 કરોડ)ના કૌટુંબિક વારસો છોડી દીધો હતો.
છોકરીના આ નિર્ણયે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, તેની સ્ટોરી ઘણી જૂની છે, પરંતુ તે વર્તમાન દિવસોમાં ઉગ્ર ચર્ચામાં છે.
એન્જેલિનાને પ્રેમ કરવાનો માર્ગ યુનિવર્સિટીમાંથી પસાર થાય છે. અભ્યાસ કરતી વખતા સમયે એન્જેલીના જેડિડિયાહ ફ્રાન્સિસ સાથે સંકળાયેલી હતી. ઓક્સફર્ડમાં અભ્યાસ કરતી વખતે બંને વચ્ચે ગાઢ સંબંધ હતો, જે આખરે પ્રેમમાં બદલાઈ ગયો.
જ્યારે તેઓએ તેમના પરિવારજનોને આ સંબંધ વિશે જણાવ્યું, ત્યારે પરિવાર દિવાલની જેમ ઉભો હતો. આટલું જ નહીં, એન્જેલિનાને આટલું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે, અથવા તો તેના પ્રેમી સાથેના સંબંધો તોડી નાખો અથવા તેની મિલકત ભૂલી જાઓ, તો પછી શું હતું, એન્જેલીનાને પ્રેમ પસંદ કરીને પોતાને પિતાની અબજોની સંપત્તિથી અલગ કરી લીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2001માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, એન્જેલિના કેરેબિયનમાં જન્મેલી ડેટા સાયન્ટિસ્ટ જેડિદિયા ફ્રાન્સિસને મળી અને તેના પ્રેમમાં પડી ગઈ અને તેણે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. આ સંબંધથી નાખુશ, તેણીએ પરિવારની સંપૂર્ણ મિલકતને નકારી કાઢી અને લગ્ન કરી લીધા હતા. બંનેએ વર્ષ 2008-09માં લગ્ન કર્યા હતા. ત્યારથી બંને અલગ રહેવા લાગ્યા હતા. એન્જેલીનાની લવ સ્ટોરીએ સીમાઓ ઓળંગી છે અને સમગ્ર વિશ્વના હૃદયોને મોહિત કર્યા છે.












Click it and Unblock the Notifications
