Trending News : આ દેશની છોકરીઓ નથી કરી શકતી લગ્ન, કારણ જાણી ચોંકી જશો
Trending News : એવું કહેવામાં આવે છે કે, ઇશ્વર દરેક વ્યક્તિની જોડી બનાવીને મોકલે છે. જોકે, આ વાતમાં લગ્નની વાત કંઇ કરવામાં આવતી નથી. લગ્ન સમાજની એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે.
જેમાં બે પરિવારો એકબીજા સાથે જોડાય છે. જેમાં બે લોકો રીતિ રિવાજો, કાનુની નિયમો અને અધિકારો સાથે એકબીજા સાથે જીવન વિતાવવા માટેની કસમો ખાય છે.

હવે સમાજની આ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. વિશેષ રીતે મહિલાઓ હવે લગ્ન કરવા માંગતી નથી. જેમાં જાપાનની મહિલાઓ સૌથી આગળ છે. જેના કારણે જાપાન સામે બેવડી સમસ્યા ઉભી થઈ છે. એક તરફ દેશમાં જન્મદર નેગેટિવ થઈ ગયો છે, જેને પહોંચી વળવા સરકાર યુવાનોને લગ્ન કરવા અને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
STEM માં છોકરીઓને જોઈને, જાપાનીઝ કંપનીઓ માનવા લાગી છે કે, તેઓ અપગ્રેડેશન, પ્રોડક્ટિવિટી અને સ્પર્ધાત્મકતામાં વિશ્વની પાછળ પડી રહી છે. કારણ કે, આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી સતત ઘટી રહી છે.
જાપાનની ટોચની એન્જિનિયરિંગ કોલેજ, ટોકિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ત્રીજા વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થીની યુના કાટો, સંશોધનમાં કારકિર્દી બનાવવા માંગે છે, પરંતુ તેને લાગે છે કે, જો તેણી લગ્ન કરશે અને બાળકો હશે, તો તેની કારકિર્દી સમાપ્ત થઈ જશે.
કાટો કહે છે કે, તેના સંબંધીઓ પણ એ જ સલાહ આપે છે કે, જો તમારે કુટુંબ બનાવવું હોય, તો STEMમાંથી કારકિર્દી બનાવો. આ વલણ જાપાન માટે સમસ્યા બની ગયું છે.
જેના કારણે જાપાનમાં 2030 સુધીમાં માત્ર IT સેક્ટરમાં જ 7,90,000 કર્મચારીઓની અછત સર્જાશે. ટોક્યો ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ડેપ્યુટી હેડ જુન ઈચી ઈમુરા કહે છે કે, 2050ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે આ ખામીને પૂરી કરવી જોઈએ.
જાપાનમાં પ્રથમ વખત સરકારે STEM કોર્સમાં છોકરીઓ માટે ક્વોટા નક્કી કર્યો છે. જાપાની સમાજ માટે આ સંપૂર્ણપણે નવું હશે, કારણ કે, અત્યાર સુધી આ વિસ્તારોમાં છોકરાઓને મહત્વ આપવામાં આવતું હતું.
STEM માં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાપાનનું ખાનગી ક્ષેત્ર પણ પોતાનો ભાગ ભજવી રહ્યું છે. મિત્સુબિશી અને ટોયોટા જેવી કંપનીઓ STEM કોર્સ માટે છોકરીઓને સ્કોલરશિપ આપી રહી છે.
OECD મુજબ, જાપાની છોકરીઓ ગણિતમાં વિશ્વમાં બીજા અને વિજ્ઞાનમાં ત્રીજા ક્રમે છે, પરંતુ STEM ક્ષેત્રોમાં એકંદરે લિંગ સમાનતામાં જાપાનનું રેન્કિંગ આ વર્ષે વિક્રમી નીચી સપાટીએ આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત દેશોમાં જાપાન સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે, જ્યાં માત્ર 16 ટકા મહિલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્તરે એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરે છે. અહીં દર સાતમાંથી માત્ર એક મહિલા વૈજ્ઞાનિક છે.












Click it and Unblock the Notifications
