બાપની ઉંમરના પુરૂષ સાથે કરી સગાઇ, આ એક વાતથી છોકરી છે પરેશાન
Trending News : જ્યારે કોઇ વ્યક્તિ એક રિલેશનશિપમાં આવે છે, ત્યારે તમામ પાસા જોવે છે, એકબીજાની પસંદ જાણે છે. હવે એ જમાનો ભૂતકાળ થઇ ગયો છે, જ્યારે બાપ-દાદા કહે ત્યા છોકરા-છોકરીઓ પરણી જતા હતા.
વર્તમાન સમયમાં એવી ઘણી જોડીઓ છે, જેમની વચ્ચે ઉંમરનો તફાવત હોવા છતા તેઓ એકબીજા સાથે ખુશ રહે છે. આજે આપણે એવી જ એક જોડી વિશે વાત કરીશું, જેમની વચ્ચે 19 વર્ષનો તફાવત છે.

જ્યારે એરેન્જ્ડ મેરેજ કરવામાં આવે છે, ત્યારે છોકરા-છોકરીની ઊંચાઈ, ગુણો અને જન્માક્ષર મેળ ખાય છે. જોકે, જ્યારે બે વ્યક્તિ એકબીજાને પસંદ કર્યા પછી લગ્ન કરે છે, ત્યારે આ બાબતોનો કોઈ અર્થ નથી. આવી જ એક જોડી છે, એમિલી અને તેના મંગેતર માઈકલ જસ્ટિન.
એમિલી 27 વર્ષની છે, જ્યારે તેનો મંગેતર માઇકલ 46 વર્ષનો છે. બંનેની ઉંમરમાં કુલ 19 વર્ષનો તફાવત છે. મિરરના અહેવાલ મુજબ, તેઓ વર્ષ 2019માં મળ્યા હતા અને ટૂંક સમયમાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ઉંમરના તફાવતને અવગણીને, તેઓએ આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.
આ કપલે સગાઈ કરી લીધી અને તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. તેમ છતાં, તેનું જીવન એક સમસ્યા છે, જેનો તેની પાસે કોઈ ઉકેલ નથી. વાસ્તવમાં, તેણે આ વાત સોશિયલ મીડિયા પર મૂકતા જ, લોકોએ તેમની ઉંમરના તફાવતને કારણે કપલને ટ્રોલ કરવાનું શરૂ કર્યું કારણ કે, માઈકલ એમિલી કરતા ઘણા મોટા છે.
પહેલા તો તેઓને પણ થોડું અજુગતું લાગ્યું, પરંતુ વર્ષ 2020 માં, કોવિડ રોગચાળા દરમિયાન, તેઓને ખબર પડી કે તેઓ એકબીજા વિના રહી શકતા નથી. માઈકલ વ્યવસાયે મોડલ છે, જ્યારે એમિલી એરિઝોનામાં નર્સ તરીકે કામ કરતી હતી. બાદમાં માઈકલ પોતાના પ્રેમ ખાતર એરિઝોના શિફ્ટ થઈ ગયો અને ત્યારથી બંને સાથે છે.
લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવતા રહે છે. કેટલાકે આરોપ લગાવ્યો કે, આ કિડનેપિંગનો મામલો છે તો કેટલાકનું કહેવું છે કે, એમિલીની ઉંમર માઈકલ કરતા વધારે લાગી રહી છે. જોકે, કપલ આ બાબતો પર કોઈ ખાસ ધ્યાન નથી આપતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને ખરાબ લાગે છે. આવા સમયે, જેઓ તેમને પસંદ કરે છે, તેઓ કપલ પાસેથી ડેટિંગ ટિપ્સ પણ માંગે છે.












Click it and Unblock the Notifications
