સુરજનો સાચો રંગ પીળો કે કેસરી નથી, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો?

પૃથ્વી પર વસતા તમામ લોકોમાં એવી ધારણા છે કે સુરત પીળા કે ભગવા રંગનો ગોળો છે. પૃથ્વી પર મુખ્ય એનર્જી શોર્સનો કામ કરતો સુરજ હકિકતમાં પીળો કે કેસરી નથી. તેનો રંગ બીજો જ છે.

ઈસરોએ હવે સૂર્ય તરફ કૂચ કરી છે ત્યારે તમને સુરજ સાથે જોડાયેલા કેટલાક એવા સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. બાળપણથી આપણે સૂર્યને ક્યારેક પીળો, ક્યારેક કેસરી રંગનો જોતા આવ્યા છીએ. હકિકતમાં સૂર્ય આ રંગનો નથી.

sun

પૃથ્વી પરથી સૂર્ય આપણને અલગ અલગ સમયે અલગ અલગ રંગનો દેખાય છે. જ્યારે તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્ય જુઓ તો તે લાલ અથવા નારંગી રંગનો દેખાય છે. જ્યારે તમે દિવસ દરમિયાન સૂર્યને જુઓ ત્યારે તે પીળો દેખાય છે.

જણાવી દઈએ કે આ રંગો સાથે સૂર્યને કોઈ લેવાદેવા નથી. આ બધું પૃથ્વીના વાતાવરણ અને આપણી આંખોને કારણે થાય છે. સૂર્યપ્રકાશ આપણી આંખો સુધી પહોંચતા પહેલા આપણા વાતાવરણને અથડાય છે. જ્યાં પ્રકાશના ભૌતિકશાસ્ત્રને કારણે તેનો મોટાભાગનો રંગ આપણને પીળો દેખાય છે.

બીજી તરફ સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર અલગ રીતે પડે છે અને તેના કારણે તે આપણી આંખોને લાલ અથવા નારંગી દેખાય છે.
નાસાના એક રિપોર્ટ અનુસાર, નાસાના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાંથી સૂર્યની તસવીર લીધી અને તેને જોયું તો તેનો રંગ ન તો લાલ હતો ન પીળો કે ન તો કેસરી હતો. હકિકતમાં તેનો રંગ સફેદ હતો. એટલે કે સૂર્યનો અસલી રંગ સફેદ છે.

હવે સવાલ એ થાય છે કે જો સૂર્યનો રંગ સફેદ છે તો તે પૃથ્વી પરથી આપણને સફેદ કેમ દેખાતો નથી? આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે સૂર્યના કિરણો આપણી આંખો સુધી પહોંચે છે ત્યારે તેનું પ્રમાણ એટલું વધારે હોય છે કે તે આપણી આંખોના ફોટોરિસેપ્ટર કોષોને સંતૃપ્ત કરે છે. આ સ્થિતિમાં સૂર્યનો વાસ્તવિક રંગ સફેદને બદલે પીળો અથવા નારંગી દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X