Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધ

દુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધ

પોંતેવેદ્રાઃ જળવાયુ પરિવર્તનને લઈ દુનિયાના બધા જ દેશ ચિંતા વ્યક્ત કરતા રહે છે, પરંતુ તે ઘટાડવા માટે મોટાં પગલાં કોઈ નથી ઉઠાવતા. દિલ્હી શહેરમાં સરકારે પ્રદૂષણને ઘટાડવા માટે ઑન ઈવન ફોર્મ્યુલા અપનાવ્યો, જેનાથી વાયુ પ્રદૂષણને ઘટાડી શકાય. પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાંના રસ્તાઓ પર તમને એકપણ ગાડી જોવા નહિ મળે.

દુનિયાનું અનોખું શહેર

દુનિયાનું અનોખું શહેર

અમે વાત કરી રહ્યા છીએ સ્પેનના શહેર પોંતેવેદ્રાની. આ દુનિયાનું એવું પહેલું શહેર છે જ્યાં ગાડીઓ પર કેટલાય પ્રકારના પ્રતિબંધ લાગેલા છે. જે પગપાળા ચાલતા લોકોનું હેર બની ગયું છે. ગાડીઓની વાત કરીએ તો અહીં બહુ જૂજ ગાડીઓ જોવા મળી શકે છે. આ કારણે જ આ શહેરમાં કાર્બન ઉત્સર્જન 70 ટકા સુધી ઘટી ગયું છે. આ વાતથી અન્ય દેશ પણ પ્રભાવિત થઈ રહ્યા છે.

લોકોને એકસાથે લાવે છે રસ્તાઓ

લોકોને એકસાથે લાવે છે રસ્તાઓ

અહ્યાંના રસ્તાઓ લોકોને એકસાથે લાવે છે, કેમ કે સૌકોઈ પગપાળા જ ચાલે છે. માનવાાં આવે છે કે અહીંના મેયરે 20 વર્ષ પહેલા આ બદલાવની શરૂઆત કરી હતી. જેનો અસર હવે જોવા મળી રહી છે. જ્યારે કેટલાક વર્ષ પહેલા સુધી અહીંની હાલાત દુનિયાના બાકી હિસ્સાઓ જેવી જ હતી. ભારે ટ્રાફિક, વધતી દૂર્ઘટના અને વધતા પ્રદૂષણથી આ શહેરને હવે છૂટકારો મળી ગયો છે.

પોલીસ નજર રાખે છે

પોલીસ નજર રાખે છે

લોકોને પગપાળા ચાલતાં કોઈ સ્થાને પહોંચવામાં પરેશાની ન હોય તેના માટે પણ ઈંતેજાન કરવામાં આવ્યા છે. આના માટે શહેરમાં ખાસ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેનાથી માલૂમ પડે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જવામાં કેટલો સમય લાગે છે. અહીં પાર્કિંગ માટેની જગ્યાની કમી છે. જ્યારે ડિલીવરી આપવા આવતા આવે છે તેઓ પણ 15 મિનિટથી વધુ ગાડીઓ પાર્ક નથી કરી શકતા. કોઈ વાહન કેટલો સમય સુધી પાર્ક કરેલું છે તેના પર પોલીસના કેમેરા તેના પર નજર રાખે છે, કે પછી કોઈ કેટલી સ્પીડમાં ચાલે છે. 30 કિમી પ્રતિ કલાકથી વધુ તેજ ગાડી ન ચલાવી શકાય.

રસ્તાઓ પર રમે છે બાળકો

રસ્તાઓ પર રમે છે બાળકો

અહીંના રસ્તાઓ એટલા સુરક્ષિત છે કે બાળકો રસ્તાઓ પર રમે છે. માનવામાં આવે છે કે અહીં ગત 8 વર્ષ થી એક પણ દૂર્ઘટના નથી ઘટી. તે પહેલાં અહીં વર્ષમાં આવી બેથી ત્રણ ઘટનાઓ બનતી હતી. લોકોએ 90ના દશકમાં વામપંથી વિચારધારા વાળા નેતા મિગુએલ લોરેજપ્રાદોને પોતાના મેયર તરીકે ચૂંટ્યા હતા અને ત્યારથી જ આ શહેર બદલાઈ ગયું છે. શરૂઆતમાં કારોબારિયોએ આ યોજનાનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે બદાનું મંતવ્ય બદલાઈ ગયું છે. જે લોકો પગપાળા નથી ચાલતા તેઓ સાઈકલનો ઉપયોગ કરે છે. આ શહેર લોકોના રહેવાલાયક બની ચૂક્યું છે.

કોઈપણ ડર વિના લોકો રસ્તા પર ચાલે છે

કોઈપણ ડર વિના લોકો રસ્તા પર ચાલે છે

અહીં રેનારાઓનું કહેવું છે કે તેઓ કોઈપણ ડર વિના રસ્તાઓ પર ચાલે છે. કોઈને પણ ખુદ પર ગાડી ચઢવાનો ડર નથી રહેતો, કેમ કે અહીં ગાડીઓ જ નથી. લોકો કહે છે કે અહીં પ્રદૂષણ ઘણું ઘટી ગયું છે અને શાંતિ પણ છે. 20 વર્ષથી શહેરમાં એક જ મેયર છે, જેના પર લોકો ઘણો ભરોસો કરે છે. જો કે અહીંના મેયરને ડ્રાઈવિંગ કરવું બહુ પસંદ છે, પરંતુ તેઓ માને છે કે શહેરમાં ગાડીઓની જગ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X