VIDEO: રાજકપૂર અને નરગિસની યાદો થઈ તાજી! ડાંસિંગ કપલનો સ્ટ્રીટ લાઈટ નીચે મિડનાઈટ 'રોમાંસ' વાયરલ
એક કપલ મધ્યરાત્રિએ સ્ટ્રીટ લાઇટ હેઠળ ખાલી સ્ટ્રીટ પર ડાંસ કરતા જોવા મળ્યુ હતુ. તેઓ જાણતા ન હતા કે તેમનો ડાંસ રેકોર્ડ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.
નવી દિલ્લીઃ વાયરલ વીડિયોમાં કપલ ખાલી રોડ પર સ્ટ્રીટ લાઇટની નીચે ડાંસ કરતા જોવા મળે છે, લોકો આ કપલ પર પ્રેમ લૂંટાવી રહ્યા છે. વીડિયો જોઈને એ કહેવુ અશક્ય છે કે ડાંસ એ કલાની અભિવ્યક્તિ, શોખ કે સંસ્કૃતિનો અરીસો હોઈ શકે છે. ડાંસ તણાવ દૂર કરનાર તરીકે પણ કામ કરે છે. ઇન્ટરનેટ પર એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકો રાત્રે ખાલી રસ્તા પર બેફિકર થઈ ડાંસ કરતા જોવા મળે છે. આ વીડિયો ટેરેસ પરથી શૂટ કરવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આ કપલ મધ્યરાત્રિએ સ્ટ્રીટ લાઇટ હેઠળ ખાલી સ્ટ્રીટ પર ડાંસ કરતા જોવા મળ્યુ હતુ. તેઓ જાણતા ન હતા કે તેમનો ડાંસ રેકોર્ડ થઈ રહ્યો છે.

કમાલના ડાંસ મૂવ્ઝ
નૃત્ય કરનાર યુગલની ઓળખ અજ્ઞાત છે. ડાંસ મૂવ્સ સિંક્રનાઇઝ અને સારી રીતે કોરિયોગ્રાફ્ડ હોય તેવુ લાગે છે. 16 સેકન્ડના આ વીડિયોને 1544 વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોને 2.44 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આનંદની ભાવના મહત્વની
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયો પર ટ્વિટર યુઝર્સ પણ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે. કપલના ડાન્સ મૂવ્સને પસંદ કરતા એક યુઝરે લખ્યુ, 'મને કોઈ ફરક નથી પડતો કે તેઓ ભાઈ-બહેન છે કે પ્રેમી. અહીં માત્ર આનંદની ભાવના મહત્વની છે. નૃત્ય કરવા માટે સૂમસામ શેરી...કાવ્યાત્મક લાગે છે.

5 સપ્ટેમ્બરે શેર થયો વીડિયો
સોશિયલ મીડિયા યુઝર્સે એવુ પણ અનુમાન કર્યુ હતુ કે આ કપલ કોઈ ડાંસ ઈવેન્ટ માટે રિહર્સલ કરી રહ્યુ હશે. 5 સપ્ટેમ્બરે ટ્વિટર યુઝર પ્રેરણા મહેશ્વરી (@prernadaga21) એ વીડિયો શેર કર્યો હતો.

નવરાત્રિ માટે ગરબા સ્ટેપ્સ
કેટલાક ટ્વિટર યુઝર્સે કહ્યુ કે, 'આ કપલ ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યુ છે.' એક યુઝરે લખ્યુ, 'ધ્યાનથી જુઓ, કોઈ તેમના માટે રીલ શૂટ કરી રહ્યુ હશે.' અન્ય એક યુઝરે લખ્યુ, 'નવરાત્રિ માટે નવા ગરબા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી રહ્યા છs.'
This ❤️🫶🏻 pic.twitter.com/msaur0JvyF
— Prerna Maheshwari (@prernadaga21) September 5, 2022












Click it and Unblock the Notifications
