Video : મોતના દરવાજે રોમાન્સ કરતુ કપલ કેમેરામાં કેદ થયુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમે ઘણા લોકોને જોયા હશે કે સેલ્ફી લેવાના કે ફોટોના ચક્કરમાં પોતાના જીવ ગુમાવી દેતા હોય છે. હવે આવા જ એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકો માત્ર ફોટોગ્રાફ્સ મેળવવા અને વીડિયો બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવામાં શરમાતા નથી. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જે આ હકીકતની સાક્ષી છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.

એવું નથી કે આ લોકોને આવા કામો કરવાના પરિણામની ખબર નથી, પણ દેખાડાની આ દુનિયામાં લોકો સાચા-ખોટાનો ભેદ ભૂલી ગયા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવી જ એક વીડિયો વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં એક કપલ જોવા મળી રહ્યું છે.
વીડિયો શેર કરતા લખાયુ છે કે, તમે નવા લગ્નના પરપોટા જોઈ રહ્યા છો, ચાલતી ટ્રેનના દરવાજે ઉભા રહીને હિલોળા લઈ રહ્યા છે. જો તમે પડીને મરી જશો તો લોકો કહેશે કે નવા લગ્ન થયા હતા. મહેંદીનો રંગ પણ ફિક્કો નથી પડ્યો અને ભગવાનને પ્રિય બની ગયા.
नई नई शादी के बुलबुले देख रहे हो,चलती ट्रेन के दरवाजे पर खड़े हो कर हिचकोले मार रहा है🤣
— Dr. Gulati 2.0🩺 (@Kavin_vi) October 27, 2023
गिर कर मर जाओगे तो लोग कहेंगे अभी नई नई शादी हुई थीं महेंदी का रंग भी नही उड़ा था.. और भगवान को प्यारे हो गए😔
सुधर जाओ बे सुधर जाओ..रील के चक्कर में क्यों रियल जिन्दगी को दाव पर लगा रहे हो pic.twitter.com/iaMG8rzjJj
આ વ્યક્તિએ આગળ લખ્યું કે. સુધરી જાવ.. તમે ફક્ત રીલ ખાતર તમારું વાસ્તવિક જીવન કેમ દાવ પર લગાવો છો?
વીડિયોના બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત વાગી રહ્યું છે. ક્લિપમાં જોવા મળે છે કે કપલ રોમેન્ટિક પોઝમાં ઉભું છે. બંને એકબીજાને જોઈને વીડિયો બનાવી રહ્યા છે. બંનેમાંથી કોઈના ચહેરા પર સહેજ પણ ડર દેખાતો નથી કે જો કોઈ ભૂલ થઈ જાય અને ધક્કો લાગે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
