Video : મંચુરિયન પ્રેમીઓ સાવધાન, ખાતા પહેલા આ વીડિયો એક વખત જરૂર જોઈ લો
ઘણા લોકો ચાઈનિઝ નુડલ્સ અને મંચુરિયન શોખથી ખાતા હોય છે. તેના સ્પાઈસી સ્વાદના દિવાના એ નથી જાણતા કે તેને કેવી રીતે બનાવાય છે?
મંચુરિયનને કોબી, ગાજર, ડુંગળી, લોટ, મીઠું અને તેલ જેવી સરળ સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી તૈયાર કરી શકાય છે. જો કે તેમ છત્તા લોકો તેને બહાર ખાવાનું વધુ પસંદ કરે છે.

સ્ટ્રીટ સ્ટાઈલ મંચુરિયન ખાવામાં કોઈ નુકસાન નથી પરંતુ શું તમે ક્યારેય તેનાથી થતી હેલ્થ સમસ્યાઓ વિશે વિચાર કર્યો છે. જો નહીં તો આજે આ વાત ચોક્કસ જાણી લેવી જોઈએ.
ઢાબા, ચાઈનીઝ કોર્નર કે રેસ્ટોરન્ટમાં મોટી માત્રામાં વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. ગ્રાહકોની માંગ અનુસાર દરેક વસ્તુ મોટા પાયે કરવામાં આવે છે.
હાલમાં 500 કિલો મંચુરિયન બનાવવાની ક્લિપ ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. મંચુરિયન બનાવતી ફેક્ટરીઓના ઘણા વીડિયો છે અને થોડો અલગ છે.
500 કિલો મંચુરિયન તૈયાર કરવું કોઈ મજાક નથી. આ માટે ઘણા બધા માણસોની જરૂર પડે છે અને જો કામ મશીનથી થાય તો મશીનો પણ જરૂરી છે. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોએ લોકોને ખુશ કરવાને બદલે પરેશાન કરી દીધા છે.
આ ક્લિપને 50 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કોઈપણ સ્વચ્છતા વગર તમારું મનપસંદ મંચુરિયન તૈયાર કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે આ લોકોને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવાદેવા નથી.
પૈસા કમાવવાના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે કેવું મોટું સમાધાન કરવામાં આવે છે તે આ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ ક્લિપ જોયા બાદ લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
