Video : લગ્ન માટે પ્લેન ભાડે લીધુ અને દુલ્હનના ઘર પર રૂપિયાનો વરસાદ કર્યો, વીડિયો વાયરલ

Unique Wedding Pakistan : ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં લોકો લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. આવા લગ્નના ઘણા વીડિયો સામે આવતા રહે છે.

હવે પાકિસ્તાનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનનો છે. અહીં એક પિતાએ તેના દિકરાના લગ્નમાં એવો જલસો કર્યો કે હવે ખુબ ચર્ચા થઈ રહી છે.

Unique Wedding Pakistan

પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં એક વરરાજાના પિતાએ ચાર્ટર્ડ પ્લેન ભાલે કર્યું અને તેના લગ્નને નવી ઊંચાઈ પર લઈ જવા દુલ્હનના ઘર ઉપર જ કરોડો રૂપિયાનો વરસાદ કરી દીધો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેન દુલ્હનના ઘર ઉપર ઉડી રહ્યું છે અને લાખો રૂપિયા ઉડાવી રહ્યું છે. આ ઘટના ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેને પૈસાનો બગાડ ગણાવી રહી છે તો કેટલાક લોકો તેની ચુટકી લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વિડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, કન્યાના પિતાની ઈચ્છા... વરરાજાના પિતાએ તેમના પુત્રના લગ્ન માટે પ્લેન ચાર્ટર કર્યું અને દુલ્હનના ઘરે કરોડો રૂપિયા ઉડાવ્યા. જો કે દુલ્હનના પિતાની ભૂમિકાની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ભવ્ય લગ્ન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું, જ્યારે અન્ય લોકોએ સંસાધનોના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું કે, આકાશમાંથી પૈસા ફેંકવાને બદલે આ પૈસા જરૂરિયાતમંદોની મદદમાં ખર્ચી શકાયા હોત.

અન્ય એક યુઝરે લખ્યુ કે, આ પૈસા ખર્ચવાની ખરાબ રીત છે. એક યુઝરે મજાકમાં લખ્યુ કે, વરરાજાની ચિંતા કરવાનું બંધ કરો, દુલ્હનના પડોશીઓ હવે સૌથી ખુશ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X