Video : ઈન્ડિયા ગેટ સામે યુવતીનો અશ્લિલ ડાન્સ જોઈને લોકો ભડક્યા, કહ્યું-શહિદોને તો છોડી દેતી
સોશિયવ મીડિયા પર એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે એક યુવતીએ ઈન્ડિયા ગેટ સામે ડાન્સ કરતા લોકો ભડક્યા છે.
આ યુવતી ઈન્ડિયા ગેટ બહાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. છોકરીને આ રીતે ડાન્સ કરતી જોઈને આસપાસના ઘણા લોકો એકઠા થઈ ગયા. હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો છે. લોકો આ યુવતીને જોઈને ખરીખોટી સંભળાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવા પન્ટર ઈન્ડિયા ગેટને પણ છોડતા નથી.
યવતીના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી ભીડની સામે જોરશોરથી ડાન્સ કરી રહી છે. ક્લિપના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ઓછામાં ઓછું તેણીએ ઈન્ડિયા ગેટ છોડી દેવો જોઈએ, જેના પર શહીદોના નામ છે, આ કૃત્ય ઘૃણાજનક છે. રીલ બનાવનારા છપરીઓનો યોગ્ય ઈલાજ જરૂરી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે. યુવતીની આસપાસ મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને તમામ લોકોના હાથમાં ફોન છે. દરેક વ્યક્તિ પોતપોતાના ફોનમાંથી યુવતીનો વીડિયો કેમેરામાં રેકોર્ડ કરી રહ્યા છે.
#Delhi कम से कम इंडिया गेट को तो छोड़ देते, जिन पर शहीदों के नाम है वहाँ पर ये कृत्य नागवार है। रील बनाने वाले छपरियो का माकूल इलाज जरूरी है। #viralvideo pic.twitter.com/JeYlkHt5rV
— Lokesh Rai (@lokeshRlive) November 27, 2023
જણાવી દઈએ કે, આવા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. જો કે લોકોનું કહેવું છે કે આવો ડાન્સ કરતા પહેલા સ્થળ જોવું જરૂરી છે. ઈન્ડિયા ગેટ દેશની ઓળખ છે. જો અહીં લોકો આ રીતે ડાન્સ કરશે તો ધીમે-ધીમે આ બધું જોઈને બીજા લોકો પણ અહીં આવીને આ રીતે ડાન્સ કરવા લાગશે. આપણા દેશના શહીદોની તસવીરો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. આ સ્થિતિમાં આ બધું ખોટું છે.












Click it and Unblock the Notifications
