Video : ફેમસ થવા બરફ વચ્ચે બિકીની પહેરીને રીલ બનાવી, વીડિયો વાયરલ
Viral Video : દુનિયામાં લોકો ફેમસ થવા માટે નવા નવા ગતકડા કરતા હોય છે. ઘણા લોકો વાયરલ થવાના ચક્કરમાં તમામ હદ વટાવી જાય છે.
હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બરફ વચ્ચે બિકીનીમાં જોવા મળી રહી છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર છવાયો છે. વીડિયોમાં મહિલા બિકીની પહેરેલી જોઈ શકાય છે અને ઠંડીમાં બરફ વચ્ચે રીલનું શૂટિંગ કરી રહી છે.
આ વીડિયોના ક્યાંનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી. કેટલાક યુઝર્સનું માનવું છે કે આ વીડિયો પર્વતીય વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે, જ્યાં સામાન્ય રીતે બરફવર્ષા જોવા મળે છે. લોકોને આશ્ચર્ય થાય છે કે મહિલાએ આટલી ઠંડીમાં આવા કપડા પહેરીને રીલ બનાવવાની હિંમત કેવી રીતે કરી?
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો મહિલાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
એક યુઝરે કમેન્ટ કરી કે, આટલી ઠંડીમાં બિકીની પહેરીને રીલ બનાવવી એ હિંમતની વાત છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. અન્ય યુઝરે લખ્યું કે, આ ફક્ત ધ્યાન આકર્ષિત કરવાનો એક માર્ગ છે. આવા વીડિયો બનાવવા પાછળ કોઈ નક્કર હેતુ નથી.
इतनी ठंड में ये वाले कपड़े पहनकर दीदी अपने fans के लिए Reels बना रही है, ये होता है अपने काम के प्रति Dedication 😆😂😆 pic.twitter.com/GxjV1X838f
— Nisha (@y_iamcrazyy) December 28, 2024
જણાવી દઈએ કે, હિમવર્ષા દરમિયાન આવો ડ્રેસ પહેરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અતિશય ઠંડીમાં શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો હાઈપોથર્મિયા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
આવા કામ માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ એકત્રિત કરવા માટે જ કરવામાં આવે છે પરંતુ તેનાથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.












Click it and Unblock the Notifications
