Viral news : પુત્રના બાળકની માતા બની, પતિએ પોતે આપી પરવાનગી, હવે સંબંધોમાં થશે ગોટાળો
Viral news: દરેક વ્યક્તિ પોતાના દિલમાં ઘણા રહસ્યો સંઘરીને બેઠો હોય છે. કહેવાય છે ને, ન છંછેડો મને, હું બંધ બારણે વાવાઝોડું સંકેલીને બેઠો છું. આવામાં ઘણા રહસ્યો તો વ્યક્તિને પોતાને પણ ખબર હોતી નથી. આવા રહસ્યો જ્યારે સામે આવે છે, ત્યારે વ્યક્તિનું મગજ ચકરાવે ચડી જાય છે. મહિલાઓ પોતાના દિલમાં ઘણા રહસ્યો રાખે છે, તેવી લોક માન્યતા છે.
મિરરના રિપોર્ટ અનુસાર ધ એટલાન્ટિકની ડિયર થેરાપિસ્ટ કોલમમાં એક મહિલાએ પોતાના રહસ્ય અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, તેણે લગ્ન બાદ તેના સાવકા પુત્ર દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, તેની તેની પુત્રીને ખબર નથી કે, તેનો સાવકો ભાઈ તેના પિતા છે અને તે જેને તેના પિતા માને છે, તે ખરેખર તેના દાદા છે.

મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તેને સંતાન નહોતું. આવા સમયે તેના પતિને પહેલાથી જ બે બાળકો હતા. તે આ માટે સ્પર્મ ડોનરની મદદ લેવા માંગતો હતો, પરંતુ તેની ઈચ્છા હતી કે, બાળક તેના જેવું જ દેખાવું જોઈએ.
આવી સ્થિતિમાં મહિલાએ સ્પર્મ ડોનર તરીકે તેના સાવકા પુત્રની મદદ માંગી અને તે પણ તેના માટે રાજી થઈ ગયો. મહિલાએ જણાવ્યું કે. તે સ્પર્મ બેંકનો ઉપયોગ કરવા માંગતી નથી. કારણ કે, તેને ફક્ત તેના પતિનો ડીએનએ જોઈતો હતો. તેમના સાવકા પુત્રની મદદથી, તેમને એક પુત્રીનો જન્મ થયો, જે હવે લગભગ 30 વર્ષની છે.
મહિલાએ વધુમાં જણાવ્યું કે, તે 30 વર્ષથી આ રહસ્ય પોતાની પુત્રીથી છુપાવી રહી છે. તેને ખબર નથી કે, તેનો ભાઈ તેના પિતા છે અને પિતા તેના દાદા છે. તે જેને બહેન માને છે, તે તેની ફોઇ છે અને તેની ભત્રીજી તેની પિતરાઈ છે. હવે જો તે તેની પુત્રીને સત્ય કહેવા માંગે છે, તો તે તેના માટે ખૂબ જ આઘાતજનક હશે. કારણ કે, તેના તમામ સંબંધો વિપરીત છે, અને તે સંબધોમાં ગુચવાઇ શકે છે.












Click it and Unblock the Notifications
