Viral News : 'મારું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે, જો મળે તો મને પાછું આપજો', સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાહેરાત
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જેના પર ક્યારે શું વાયરલ થઈ જાય તેની કોઈને ખબર નથી. ઘણી વખત આવી હાસ્યાસ્પદ વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો હસવા લાગે છે.
Viral News : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જેના પર ક્યારે શું વાયરલ થઈ જાય તેની કોઈને ખબર નથી. ઘણી વખત આવી હાસ્યાસ્પદ વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો હસવા લાગે છે.
આવી જ એક જાહેરાત આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે એક ન્યૂઝ પેપરનું કટિંગ છે. વાસ્તવમાં આ વાયરલ ન્યૂઝ પેપરનું કટિંગ એ એક જાહેરાત છે, જે મૃત્યુ પ્રમાણપત્ર ખોવાઇ જતા તેને પરત મેળવવા માટે આપવામાં આવી છે.

મૃત્યુ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે
આ જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રવિવારના રોજ IPS ઓફિસર રુપિન શર્માએ ટ્વિટર પર પેપરકટિંગ પોસ્ટ કર્યું હતું, જેમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, તેનું મૃત્યુ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે અને જેને તે મળે તેણે તેને મારા સરનામાપર પાછું આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અહીં આશ્ચર્યજનક વાત એ છે કે, વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર તેના મૃત્યુ પછી જ બનાવવામાં આવેછે, જે પરિવારના સભ્યોને આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ જાહેરાત લોકોને હસવા માટે મજબૂર કરી રહી છે.
|
જાહેરાતમાં શું કહેવાયું છે?
અખબારમાં છપાયેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, 07/09/22 ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ મારું મૃત્યુ પ્રમાણપત્ર લુમડિંગમાર્કેટ (આસામમાં) ખોવાઇ ગયું છે. મારા મૃત્યુ પ્રમાણપત્રનો નોંધણી નંબર 93/18 છે અને સીરીયલ નંબર 0068132 છે.
વ્યક્તિએ આજાહેરાતમાં તેના પિતાનું નામ અને અન્ય માહિતી પણ આપી છે. જાહેરાત આપનાર વ્યક્તિનું નામ રણજીત કુમાર છે અને તે આસામનોરહેવાસી છે.
|
વાયરલ ફોટા પર લોકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પેપર કટિંગને જોઈને બધા હસી રહ્યા છે. બધાને નવાઈ લાગે છે કે, મૃત્યુ પામનાર વ્યક્તિ પોતાનુંડેથ સર્ટિફિકેટ ગુમાવ્યું હોવાની જાહેરાત કેવી રીતે આપી શકે. આના પર ઘણા યુઝર્સે ફની રિએક્શન પણ આપ્યા છે.
આ ફોટો પોસ્ટ કરનારરુપિન શર્માએ પણ પોતાની પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, આવું ફક્ત ભારતમાં જ થઈ શકે છે. આવા સમયે, એક યુઝરે લખ્યું, જો મળીજાય, તો પ્રમાણપત્ર ક્યાં પહોંચાડવાનું છે, સ્વર્ગ કે નરકમાં!












Click it and Unblock the Notifications
