Viral News : ગુમસુમ રહેતો હતો પતિ, સચ્ચાઇ જાણી પત્નીને આવી ગયા ચક્કર
Viral News : ઘણીવાર એવુ થાય છે કે, આપણને કોઇ સમજતુ જ નથી. લોકોને આપણે આપણી માનસિકતા પ્રમાણે જજ કરતા રહીએ છીએ. આપણે એમના વિશે જે ધારી એ છીએ, એના કરતા પરિસ્થિતિ વપરિત હોય છે. આવામાં લોકોના અજીબ વ્યવહારને કારણે પણ ઘણુ બધુ વિચારી લેતા હોય છે.
આવું જ કંઇક એક મહિલા સાથે પણ થયું હતું. જેમાં તેનો પતિ વિચિત્ર વ્યવહાર કરવાને કારણે તેનું અફેર ચાલતું હોવાની શંકા થઇ હતી. જે બાદ તેના વિચિત્ર વ્યવહાર કરવા પાછળનું સાચુ કારણ જાણ્યા બાદ પત્નીના હોશ ઉડી ગયા હતા.

આ એમ્મા રોસ્કો અને તેના પતિ સિમોનની સ્ટોરી છે. મિરરના અહેવાલ મુજબ, આ કપલ એક સામાન્ય પતિ-પત્ની જેવું હતું, જેમને બે પુત્રો હતા અને તેમનો સુંદર પરિવાર હતો. સિમોન પણ તેની પત્ની અને બાળકોને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ જ્યારે તે ગ્રીસમાં રજાઓ પર હતો, ત્યારે તેની પત્નીને કંઈક એવું લાગ્યું કે, તેના પતિ પરથી તેનો વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો.
55 વર્ષની એમ્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં ગ્રીસમાં રજાઓ દરમિયાન તેને લાગ્યું કે, તેના 58 વર્ષના પતિનું વર્તન થોડું બદલાઈ ગયું છે. ન તો તે મિત્રો સાથે બહાર જવા માંગતો હતો, ન તો તેને લોકો સાથે ભળવું ગમતું હતું. તે ખૂબ જ રિઝર્વ રહેવા લાગ્યો અને નાની નાની બાબતો પર ઝઘડવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં એમાને શંકા હતી કે, પતિનું ક્યાંક અફેર ચાલી રહ્યું છે. વર્ષ 2016 સુધીમાં તે રસ્તાના વળાંકો ભૂલી જવા લાગ્યો હતો. તે પોતાની વાત ભૂલી જતો હતો.
જ્યારે તેની સમસ્યા વધી તો એમ્મા તેને મેમરી ક્લિનિકમાં લઈ ગઈ હતી. 2 વર્ષ સુધી તે પોતાની એપોઇન્ટમેન્ટ ભૂલી જતો હતો અને વર્ષ 2018માં ડૉક્ટરે જણાવ્યું હતું કે, તે તણાવને કારણે છે. તેને યાદશક્તિની સમસ્યા નથી. વર્ષ 2020માં એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, તે પ્રારંભિક શરૂઆતના ઉન્માદ (ડિપ્રેશન) થી પીડિત છે.
એમ્મા માટે તે આઘાતજનક હતું. કારણ કે, તે બાળપણથી જ સિમોન સાથે હતી અને તેના લગ્ન 31 વર્ષથી થયા હતા. આવી સ્થિતિમાં, તેના માટે બધું ભૂલી જવું દુઃખદાયક છે, પરંતુ તે ખુશ છે કે આખરે તે તેની સાથે છે.












Click it and Unblock the Notifications
