Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral News : સરનામું પૂછવા માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે કારણ

Viral News : આ દુનિયા બહુ મોટી છે. જેમાં હાલ ટેકનોલોજીનો જમાનો છે, લોકોને ક્યાંય પણ જવુ હોય તો સીધો ગુગલ મેપનો ઉપયોગ કરે છે. જોકે, ઘણા લોકો ગુગલ મેપનો સહારો લેવાનું ટાળે છે અને આસપાસના લોકોને સરનામુ પૂછે છે. આવા સમયે લોકો મદદ કરીને સરનામું જણાવે છે.

આવામાં તમને આ અહેવાલ સાંભળવામાં અજીબ લાગશે કે, ઉત્તર પ્રદેશમાં એક એવું શહેર છે, જ્યાં સરનામું પૂછવા માટે પૈસા ચૂકવવા પડે છે. જો તમે ભૂલથી પણ આ શહેરમાં કોઈનું સરનામું પૂછી લો છો, તો તેના માટે તમારે દંડ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.

Viral News

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના સઆદતગંજના બીબીગંજ વિસ્તારના લોકો સરનામું પૂછનારા પાસેથી 50 રૂપિયા લે છે. કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. આ વિસ્તારમાં પ્રખ્યાત પંડિત બુધરામ રહે છે.

દેશના ખૂણે-ખૂણેથી લોકો તેમની સમસ્યાઓ લઈને તેમની પાસે આવે છે. દેવું, પ્રેમમાં છેતરપિંડી, સાસુ-સસરા દ્વારા હેરાનગતિ, કરિયરનો અભાવ, અભ્યાસમાં રસ ન હોવો અને કઈ દિશામાં કરિયર બનાવવી જેવી સમસ્યાઓથી લોકો સલાહ લેવા આવે છે.

માત્ર 200 રૂપિયામાં મળશે દરેક સમસ્યાનો ઉકેલ - પંડિત બુધરામ લોકોની સમસ્યાઓનું નિદાન કરવા માટે 200 રૂપિયા લે છે. આ જ કારણ છે કે, ઘણા વર્ષોથી દેશના ખૂણે-ખૂણેથી લોકો આ વિસ્તારમાં આવતા રહે છે. બીજી તરફ પંડિત બુધરામે હજુ સુધી વિસ્તારમાં કોઈ બોર્ડ લગાવ્યું નથી.

આવા સંજોગોમાં સરનામું પૂછનારાઓથી વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. રોજેરોજ લોકો આસપાસના વિસ્તારના ઘરોના દરવાજા ખખડાવે છે. આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે, તેથી હવે વિસ્તારના લોકો ચિંતિત છે અને તેમના ઘરની બહાર એક નોટિસ લગાવી છે, જેના પર સ્પષ્ટ લખ્યું છે કે, પંડિત બુધરામનું ઘર અને સમય પૂછવા માટે ફક્ત 50 રૂપિયા આપો.

આખો વિસ્તાર કરી રહ્યો છે કમાણી - વિસ્તારના ઘણા લોકો એડ્રેસ પૂછવા પર 50 રૂપિયા માગતા પોસ્ટર લગાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો એવા છે, જેમણે કોઈ નોટિસ લગાવી નથી, પરંતુ જો કોઈ તેમનો દરવાજો ખખડાવે છે, તો તેઓ પંડિતજીનો સમય અને સરનામું ત્યારે જ જણાવે છે, જ્યારે સામેની વ્યક્તિ તેમને 50 રૂપિયા આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X