For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંદરાના મોઢાવાળું બેબી પિગ, પોતાના બાળકની જેમ ઉછેરે છે માલિક

આજકાલ ચીનમાં વાંદરાના મોઢાવાળું બેબી પિગ ફેમસ થઇ ગયું છે. આ મંકી ફેસ બેબી પિગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ચીનમાં એક બેબી પિગ વાંદરાનું મોઢું લઇને જનમ્યું છે. જી હા, આ બેબી પિગનું મોઢું વાંદરા જેવું છે! આ નાનકડા બેબી પિગનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થતાંની સાથે જ ખૂબ વાયરલ થયો છે. તો બીજી બાજુ ઘણાં લોકો દૂર-દૂરથી ખાસ આ મંકી ફેસ બેબી પિગને જોવા પણ જઇ રહ્યાં છે.

કાંગારૂ અને માણસ વચ્ચે જડબાતોડ બોક્સિંગનો વીડિયોકાંગારૂ અને માણસ વચ્ચે જડબાતોડ બોક્સિંગનો વીડિયો

monkey face piglet
ચીનના ઝીજિંનમાં જન્મેલા આ વિચિત્ર ચહેરાવાળા પિગને જોવાની લોકોને ભારે જિજ્ઞાસા છે. આ બેબી પિગનો માલિક પોતાના આ અનોખા ચહેરાવાળા બેબી પિગને પોતાના બાળકની જેમ ઉછેરે છે. માલિક બેબી પિગને માણસના બાળકની માફક બોટલથી દૂધ પીવડાવે છે અને તેને પોતાની સાથે પોતાના ઘરમાં જ રાખે છે. તે પોતાના નાના બાળકની માફક આ મંકી ફેસ બેબી પિગને સાચવે છે.

આ બેબી પિગને ખરીદવા માટે ઘણા લોકો તૈયાર છે, બેબી પિગના માલિક સામે ઘણા લોકોએ આ બેબી પિગને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ તેનો માલિક બેબી પિગને વેચવા માટે તૈયાર નથી. તેણે જણાવ્યું હતું, લોકો આ બેબી પિગ માટે તગડી રકમ આપવા તૈયાર છે, પરંતુ હું આને વેચવાનો નથી. મને ખબર છે કે લોકો આ બેબી પિગનો ખોટો ઉપયોગ કરી શકે છે. માટે તેણે જાતે જ આ બેબી પિગની દેખભાળ કરવાનો નિર્ણય લીધો છે.

મંકી ફેસ બેબી પિગના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જો કે, વિચિત્ર મોઢાવાળા પિગના જન્મનો ચીનમાં આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ચીનના યાનન ટાઉનશિપમાં એક અનોખા ચહેરાવાળા પિગનો જન્મ થયો હતો, આ પિગનું મોઢું માણસ જેવું હતું અને તેના માથા પર લિંગ જેવું કઇંક જોવા મળતું હતું. આ અનોખા પિગને જોવા પણ લોકો દૂર-દૂરથી યાનન ટાઉનશિપ જતા હતા અને ઘણા દિવસો સુધી ચીનના અખબારોમાં પણ તેની તસવારો છપાતી હતી. જો કે, થોડા જ દિવસમાં આ અનોખા ચહેરાવાળા પિગનું મૃત્યુ થઇ ગયું હતું.

English summary
A tiny piglet born with the face of a monkey has baffled not only locals but the internet too. Snaps show the mutant piglet appears to have a monkey’s face.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X