Viral Video : શિક્ષિકાને પ્રેમ કરતો હતો વિદ્યાર્થી, લગ્નનો વીડિયો જોઇ માતા સામે ભાવુક થયો વિદ્યાર્થી

Viral Video : પ્રેમ કયા, કેવી રીતે અને કોની સાથે થઇ જાય છે, તેનો કોઇને પણ ખ્યાલ રહેતો નથી. પ્રેમ થાય ત્યારે બધુ જ રંગીન લાગવા લાગે છે. સમયનું ભાન રહેતુ નથી. કોઇ કામમાં મન લાગતું નથી અને પોતાના પ્રિયતમાની યાદોમાં ખોવાયેલા રહે છે.

સોશિયલ મીડિયાના જમાનામાં દરેક લોકો પાસે ફોન હોય છે. કોરોનાકાળ બાદ હવે બાળકો પાસે પણ મોબાઇલ આવી ગયા છે. જે કારણે બાળકો પણ સમય કરતા વહેલા જાણકાર થઇ ગયા છે.

Viral Video

ભલે તેઓ પ્રેમને કેવી રીતે જાળવી રાખવો તે જાણતા નથી, પરંતુ તેઓ ચોક્કસપણે સમજે છે કે, પ્રેમ કેવી રીતે કરવો. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક દિલ તૂટી જતા પોતાની માતા સાથે પોતાનું દર્દ શેર કરતો જોવા મળી રહ્યો છે.

પ્રેમને સમજવો દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી, પરંતુ બાળકના માસૂમ ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે, તેનું હૃદય તેના શિક્ષક પર આવી ગયું હતું. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાળકનું દિલ તેની માતાએ તોડી નાખ્યું છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી છે.

બાળકને તેની શાળામાં ભણાવનારા મેડમ ખૂબ જ ગમતા હતા. તે તેમના પ્રેમમાં હતો અને બાદમાં તેમની જસલીન મેમ સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ એક દિવસ, જ્યારે તેણે પોતાના મોબાઈલ પર મેડમનું Whatsapp સ્ટેટસ જોયું, તો બિચારા બાળકનું દિલ તૂટી ગયું.

તેણે જોયું કે, મેડમ પહેલેથી જ પરિણીત છે અને તેમણે તેના પતિ અને બાળક સાથે ફોટો રાખ્યો હતો. જે બાદ બાળક ખૂબ જ દુઃખી થઈ ગયો અને રડવા લાગ્યો અને આ બધી વાત તેની માતાને કહી. બાળકે જણાવ્યું હતું કે, આજે મારું દિલ તૂટી ગયું છે.

વીડિયોમાં બાળક તેની માતાને પૂછે છે કે, જસલીન મેડમે લગ્ન કેમ કર્યા. તે મેડમના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. જેના પર તેની માતાએ કહ્યું કે, જસલીન મેમ પહેલાથી જ પરિણીત છે. ત્યારે બાળક કહે છે, મેડમ મારું દિલ તોડી નાખ્યું છે.

આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ બાળકની માસૂમિયત પર પોતાની પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું કે, બાળક ખૂબ જ ક્યૂટ છે. એક યુઝરે જણાવ્યું હતું કે, ભાઈ થોભો, અમે તમારા માટે તમારા મેડમ સાથે વાત કરીશું. બીજાએ કહ્યું કે, નાના છોકરાઓનો પ્રથમ પ્રેમ ઘણીવાર તેમની માતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X