For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કૃષ્ણ ભગવાને એકલવ્યના પ્રાણ લીધા હતા?

|
Google Oneindia Gujarati News

મહાભારતમાં એક મહાકથા છે. જેમાં અનેક નાની નાની વાતો જોડાયેલી છે. ત્યારે ધનુરધારી એકલવ્યની પેલી વાર્તા તો તમને યાદ જ હશે જેમાં ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિયા માટે અંગૂઠો માંગ્યો હતો ત્યારે તેણે હસતા મોઢે પોતાનો અંગૂઠો કાપી ગુરુના ચરણોમાં રાખી દીધો હતો. અને આ રીતે ગુરુ દ્રૌણાચાર્ય માટે પોતાનો આદર અને પોતાના ઉચ્ચ ચારિત્રને એકલવ્યએ બતાવ્યો હતો.

ત્યારે કેટલીક વાર્તાઓ તેવું પણ કહેવાય છે કે દ્રૌણાચાર્ય એકલવ્યનો અંગૂઠો માંગવાનો વિચાર ભગવાન કૃષ્ણએ આપ્યો હતો. વળી તેવું પણ કહેવામાં આવે છે કે કૃષ્ણ છે દુનિયાના શ્રેષ્ઠ ધનુરધારી એકલવ્યને પોતાના સ્વાર્થ અને લાભ માટે મારી નાંખ્યો હતો.

વળી તેવું પણ માનવામાં આવે છે કે કૃષ્ણ અને એકલવ્ય પિતરાઇ ભાઇઓ હતા. ત્યારે આવા જ કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવાનો અને આ વિષય પર વધુ પ્રકાશ ફેંકવાનો પ્રયાસ અમે અમારા આ આર્ટીકલમાં કર્યો છે. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ અને જાણો શું ખરેખરમાં એકલવ્યનું મોત કૃષ્ણના હાથે થયું હતું?...

શું એકલવ્ય અને કૃષ્ણ પિતરાઇ ભાઇ હતા?

શું એકલવ્ય અને કૃષ્ણ પિતરાઇ ભાઇ હતા?

માન્યતા છે કે એકલવ્ય કૃષ્ણનો પિતરાઇ ભાઇ હતો. એકલવ્યના પિતા દેવશર્વા જંગલમાં ખોવાઇ ગયા હતા. જે વાસુદેવના ભાઇ હતા. તેમને શિકારીઓના રાજા નિષદા વ્યત્રજા હિરણ્યધાનુસ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.

ગુરુદક્ષિણામાં કૃષ્ણનો હાથ

ગુરુદક્ષિણામાં કૃષ્ણનો હાથ

કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જ દ્રૌણાચાર્યના મગજમાં દક્ષિણારૂપે એકલવ્યનો અંગૂઠો કાપીને માંગવાનો વિચાર નાંખ્યો હતો. કૃષ્ણ અને દ્રૌણાચાર્ય ઇચ્છતા હતા કે અર્જૂન જ દુનિયાનો શ્રેષ્ઠ ધનુરધારી બને.

એકલવ્ય અને જરાસંધ

એકલવ્ય અને જરાસંધ

એકલવ્ય અને જરાસંધ એક જ કુળના વશંજ હતા. જરાસંધ કૃષ્ણને પોતાનો દુશ્મન માનતા હતા. માટે જ કૃષ્ણ અને એકલવ્ય પિતરાઇ ભાઇઓ હોવા છતાં, એકલવ્ય પણ કૃષ્ણને પોતાને દુશ્મન માનતો હતો.

એકલવ્યની મોત

એકલવ્યની મોત

કૃષ્ણ જ્યારે રુકમણિને ભગાઇને લઇ જઇ રહ્યા હતા ત્યારે એકલવ્ય શિશુપાલ અને જરાસંધ સાથે મળીને કૃષ્ણની સાથે લડાઇ કરી. ત્યારે ગુસ્સે ભરાયેલા કૃષ્ણએ એક મોટા પથ્થર વડે એકલવ્યની હત્યા કરી.

એકલવ્યની મોતનું કારણ

એકલવ્યની મોતનું કારણ

દ્રોણ પર્વમાં એકલવ્યની મોતના કારણ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાને એટલા માટે શિશુપાલ, જરાસંધ અને એકલવ્ય જેવા લોકોને માર્યા કારણ કે પાછળથી તે લોકો કૌરવોનો જ સાથ આપત અને અધર્મનો જ માર્ગ અપનાવતા.

એકલવ્ય- શ્રેષ્ઠ ધનુરધારી

એકલવ્ય- શ્રેષ્ઠ ધનુરધારી

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભલે એકલવ્યએ પોતાનો અંગૂઠો ગુમાવ્યો હોય પણ તે બાદ પણ તે ધનુરવિદ્યામાં નિપૂર્ણ જ રહ્યો હતો. તેણે અંગૂઠા વગર તીર ચલાવવાની કળામાં મહારત મેળવી હતી. અને તે એક શ્રેષ્ઠ ધનુરધારી હતો.

દ્રષ્ટ્રાયુમના મુજબ એકલવ્ય

દ્રષ્ટ્રાયુમના મુજબ એકલવ્ય

દ્રષ્ટાયુમના મુજબ એકલવ્યની મોત વખતે કૃષ્ણે એકલવ્યને એક વરદાન આપ્યું હતું કે તે દ્રૌણાચાર્યની મોતનું કારણ બનશે. અને એકલવ્યએ પુનજન્મ લઇને દ્રષ્ટાયમુના રૂપે દ્રૌણાચાર્યને માર્યા હતા.

English summary
The Mahabharata is full of obscure stories intertwined with the main storyline. The characters cannot be coloured black or white. Each character, including Lord Krishna, can only be dyed in shades of grey. Each of them had both good and bad, righteousness and evil and morality and immoral values in them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X