Wildlife Viral Video: ભેંસોની મિત્રતા આગણ સિંહણનું ટોળું ફેલ, જુઓ દિલધડક વીડિયો
Wildlife Viral Video: મિત્રતાને જીવનનું સૌથી મોટું વરદાન માનવામાં આવે છે. કહેવાય છે કે, મિત્રતા એ માણસની સૌથી મોટી સંપત્તિ છે. જેની પાસે આ સંપત્તિ છે, તે ખરાબ સમયમાંથી બહાર આવી શકે છે.
આ સંદેશ દર્શાવતો એક વન્યજીવ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ કહી રહ્યા છે કે, મિત્રો સાથે હોય તો કોઇપણ મુશ્કેલીઓ ટકી શકે નહીં.

સિંહ જો જંગલનો રાજા છે અને તેની શિકારની ક્ષમતા માટે જાણીતો છે, તો સિંહણ પણ ઓછી નથી. સિંહણ ઘણીવાર તેના ટોળા સાથે શિકાર કરવાનું કામ કરે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિંહણનું એક આખું ટોળું ભેંસનો પીછો કરી રહ્યું હતું, પરંતુ પછી કંઈક એવું થાય છે કે, ભયભીત શિકારીઓએ પોતાનો શિકાર ત્યાં જ છોડીને ભાગી જવું પડે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, 7-8 સિંહણ એક ભેંસનો પીછો કરે છે. તેઓ ભેંસને પોતાનો શિકાર બનાવવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. સિંહોનું આખું ટોળું એક જ ભેંસ પર પ્રભુત્વ ધરાવે છે.
એક સિંહ ભેંસની પીઠ પર બેઠો છે, જ્યારે બીજો સિંહ તેના શરીરને પાછળથી કરડી રહ્યો છે. બાકીના સિંહો તેને ઘેરી વળે છે અને તેને છટકી જવાની તક આપતા નથી. ભેંસ હજુ પણ સંઘર્ષ કરી રહી છે. આ પછી જે થયું તે વીડિયોમાં તમને જીવનનો એક મોટો પાઠ મળશે.
ભેંસનો અવાજ સાંભળીને તેનો એક મિત્ર પહેલા આવે છે, અને થોડી જ વારમાં જંગલી ભેંસોનું આખું ટોળું ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચતાની સાથે જ તેઓ સિંહણને ઉપાડીને ફેંકવાનું શરૂ કરે છે અને તેમના ટોળામાં અંધાધૂંધી મચી જાય છે.
વીડિયો X પ્લેટફોર્મ પર @TheFigen_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 24 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને 8 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે.
His friends ran to help. 👏pic.twitter.com/VCw1bbJt27
— Figen (@TheFigen_) October 16, 2023












Click it and Unblock the Notifications
