For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચ્છા તો આવા દેખાય છે એલિયન્સ, શું દુનિયાનો અંત કરી દેશે?

સમગ્ર દુનિયામાં આ દિવસો એલિયનને કારણે ચર્ચાઓ સતત વધી રહી છે. આ સાથે દિન-પ્રતિદિન પરગ્રહવાસી વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો યુએફઓ અને એલિયનને જોવાનો દાવો કરી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર દુનિયામાં આ દિવસો એલિયનને કારણે ચર્ચાઓ સતત વધી રહી છે. આ સાથે દિન-પ્રતિદિન પરગ્રહવાસી વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો યુએફઓ અને એલિયનને જોવાનો દાવો કરી ચૂક્યા છે. જોકે, બ્રહ્માંડમાં એલિયન અસ્તિત્વને લઇને કોઇ પાસે નક્કર પૂરાવા નથી. હવે સવાલ થાય છે કે, શું ખરેખર એલિયન નામની વસ્તુંનું વાસ્તવિક અસ્તિત્વ છે પણ ખરું? આ સવાલો વચ્ચે હવે વૈજ્ઞાનિકો એલિયન દુનિયા ખતમ કરી દેશે તેવો દાવો કરી રહ્યા છે.

alien

એલિયન્સના અસ્તિત્વનું સત્ય શું છે? આ અંગે કોઈને કોઈ જાણકારી નથી. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, બ્રહ્માંડમાં એલિયન્સ છે, જ્યારે ઘણા વૈજ્ઞાનિકો આ સાથે સહમત નથી. અત્યારે નાસાના વડા બિલ નેલ્સન પણ માને છે કે, બ્રહ્માંડમાં એલિયન્સનું અસ્તિત્વ હોય શકે છે. નાસાના વડા બિલ નેલ્સનને થોડા મહિના પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું તમે માનો છો કે, એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? તેણે આ સવાલના જવાબમાં માત્ર એક જ શબ્દ હા માં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છીએ કે, આપણા આકાશ ગંગા સિવાય પણ અબજો સ્વર્ગ છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, એલિયન્સ કેવા દેખાશે? આ સંદર્ભમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ સિમોન કોનવે મોરિસે જણાવ્યું છે કે, જો બ્રહ્માંડમાં પૃથ્વી જેવા વધુ ગ્રહો છે, તો સંભવ છે કે, તેઓ પણ પૃથ્વીની જેમ ઉત્ક્રાંતિ ધરાવે છે. એટલા માટે તેઓ પણ મનુષ્ય જેવા દેખાવા જોઈએ.

ઘણા વૈજ્ઞાનિકો માને છે કે, એલિયન્સ માણસોને ખતમ કરી શકે છે. તેઓ કહે છે કે, જો અન્ય ગ્રહના સૂક્ષ્મજીવાણુઓ અથવા નાના પ્રજીવો પૃથ્વી પર તે સ્થાનો પર પહોંચે છે, જ્યાં તેમના ગ્રહ જેવું વાતાવરણ છે, તો તેઓ શક્ય તેટલી ઝડપથી વિકાસ કરશે, પછી તેઓ પોતાને મારી નાંખશે.

વૈજ્ઞાનિકો પણ માને છે કે, તેમના દેખાવ વિશે અનુમાન લગાવવું શક્ય નથી. આ સાથે તેમનો સ્વભાવ કેવો હશે? અનુમાન લગાવવું પણ અશક્ય છે. એલિયન્સ માટે શું ખરાબ હશે અને શું સારું હશે તેની આગાહી કરવી અશક્ય છે. આ સાથે વિજ્ઞાનીઓનું માનવું છે કે, તેઓ મનુષ્યની જેમ હિંસક વલણ પણ ધરાવી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે એલિયન્સ વિશે જાણાવ્યું હતું કે, તે માણસોથી લાખો વર્ષ આગળ હશે અને વધુ વિકસિત થશે. જો તે ક્યારેય માણસોને મળવા આવે, તો તે જંતુઓની જેમ વિચારે. અતિવિકસિત હોવાથી, તેઓ મનુષ્યોનો નાશ કરશે, કારણ કે, આપણે તેમના માટે કોઈ કામના નથી.

English summary
Well, this is what aliens look like, will they end the world?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X